Homeમનોરંજનઅહીયા 70 વર્ષોથી નથી કોઈનું મૃત્યું જાણો શું છે આ પાછળનું રહસ્ય

અહીયા 70 વર્ષોથી નથી કોઈનું મૃત્યું જાણો શું છે આ પાછળનું રહસ્ય

-

તમે વિચારશો કે ત્યાં કોઈ રહેતું જ નહી હોય, પરંતુ એવું નથી લોકો ત્યાં રહે છે. આ અનોખ સ્થળે 70 વર્ષમાં કોઈનું મૃત્યુ થયું નથી. ચાલો જાણીએ આ ખાસ જગ્યા વિશે …

ભારત સહિત વિશ્વમાં એવી ઘણી અનોખી જગ્યાઓ છે કે જેના વિશે જાણીને લોકોને વિશ્વાસ નહીં થાય. ત્યારે એક આવી જગ્યા છે, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ચાલો તમને આ અનોખી જગ્યા વિશે જણાવીએ જ્યાં 70 વર્ષમાં કોઈ માનવીનું મૃત્યુ નથી થયું. આ સાંભળીને તમને વિચિત્ર લાગશે, પરંતુ તે સંપૂર્ણપણે સાચું છે.

આ અનોખું સ્થળ નોર્વેમાં છે. અહીં ઘણા સુંદર સ્થળો છે, જેના કારણે તે વિશ્વના પ્રખ્યાત પ્રવાસન સ્થળોમાં શામેલ છે. નોર્વેની આ જગ્યાનું નામ લોંગ ઇયરબેન છે. આ જગ્યાએ કોઈ મૃત્યુ નથી પામતું. આનું કારણ જાણીને તમારા મનમાં પ્રશ્ન ઉભો થશે કે આવું કેમ?

અહીં 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી

નોર્વેને મિડનાઇટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દેશમાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય અસ્ત થતો નથી. અહીં 76 દિવસ સતત દિવસ રહે છે અને રાત નથી હોતી. અહીંના સ્વાલબાર્ડમાં પણ 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્ય ડૂબતો નથી. લોંગ ઇયરબેનમાં અહીંના વહીવટીતંત્રે એક કાયદો બનાવ્યો છે જેના કારણે લોકો અહીં મરી શકતા નથી.
અહીં માણસોના મૃત્યુ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જાણો કાયદો શું છે

નોર્વેના ઉત્તર ધ્રુવમાં સ્થિત લોંગ ઇયરબેનમાં સમગ્ર વર્ષ દરમિયાન તીવ્ર ઠંડી પડે છે જેના કારણે અહીયા મૃત શરીર બગડી નથી શકતું. જેના કારણે વહીવટીતંત્રે અહીં માનવીના મૃત્યુ પર પ્રતિબંધ મુક્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ શહેરમાં 70 વર્ષથી કોઈનું મૃત્યુ થયું નથી.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

100 વર્ષ પહેલા શહેરમાં મૃત્યુ થયું હતું

આ અનોખા શહેરમાં ખ્રિસ્તી ધર્મના લોકો વધું રહે છે. વર્ષ 1917માં, અહીં એક વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો જે ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત હતો. આ માણસના મૃતદેહને લોંગ ઇયરબેનમાં દફનાવવામાં આવ્યો હતો, પરંતુ તેના શરીરમાં હજુ પણ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ છે. આને કારણે, વહીવટીતંત્રે અહીં કોઈના મૃત્યુ પર પ્રતિબંધ મૂક્યો છે જેથી શહેરને કોઈપણ રોગચાળાથી બચાવી શકાય.

આ શહેરની વસ્તી લગભગ 2000 છે. જો કોઈ વ્યક્તિ અહીં બીમાર પડે છે, તો તેને વિમાન દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. પછી તે જ સ્થળે મૃત્યુ પછી તે વ્યક્તિનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....