Homeરાષ્ટ્રીયવાંચો - શહીદ પાયલટની પત્ની પણ દેશ માટે પોતાનું જીવન આપવા માટે...

વાંચો – શહીદ પાયલટની પત્ની પણ દેશ માટે પોતાનું જીવન આપવા માટે તૈયાર…

-

પતિ એ આપ્યું દેશ માટે બલિદાન ગરિમા અબરોલની હિંમતભરી સફર, તેમના પતિની શહાદત પછી, તેમણે દેશનું નામ રોશન કર્યું

ભારતીય વાયુસેનાના શહીદ પાયલટ સ્ક્વોડ્રન લીડર સમીર અબરોલની પત્ની ગરીમા અબરોલ આજે લાખો છોકરીઓ માટે પ્રેરણા બની છે. વિમાન દુર્ઘટના દરમિયાન જીવ ગુમાવનાર સ્ક્વોડ્રન લીડર સમીર અબરોલની પત્ની ગરિમા અબરોલ તેના પતિની શહાદત પછી પણ તૂટી નહીં, પરંતુ તેણે તમામ પડકારોનો સામનો કરીને એક નવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આજે ગરિમા એરફોર્સમાં ફ્લાઇંગ ઓફિસર બની છે. તેણે પ્રથમ પાસિંગ આઉટ પરેડમાં પહેરેલો યુનિફોર્મને તેના શહીદ પતિ સ્ક્વોડ્રન લીડર સમીરને સમર્પિત કર્યો હતો. તે તમામ મહિલાઓ માટે એક રોલ મોડેલ બની ગઈ છે જે ઘણી વખત પોતાની સમસ્યાઓને કારણે પોતાને આગળ વધતા અટકાવે છે.

ગરિમાની હિંમત અને સંઘર્ષની સંપૂર્ણ કહાની – Success Story of Samir Abrols Wife Garima

ભારતીય વાયુસેનામાં જોડાતા પહેલા અબરોલ બેંગલુરુ શહેરમાં ડાન્સ ફિટનેસ ટ્રેનર હતા. તેમણે 2015માં સ્ક્વોડ્રોન લીડર સમીર અબરોલ સાથે લગ્ન કર્યા હતા, 1 ફેબ્રુઆરી 2019ના રોજ, સ્ક્વોડ્રોન લીડર સમીર અબરોલનું મિરાજ -2000 લડાકુ વિમાન ટેક-ઓફ રન દરમિયાન ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં વિમાન રનવે પરથી નીચે ઉતરી ગયું અને પછી વિમાન એક બેરિયર અને દિવાલ તોડીને વિસ્ફોટ થયો. તેના પતિના મૃત્યુ પછી ગરિમાએ એરફોર્સમાં જોડાવાનું નક્કી કર્યું. તેના પતિના મૃત્યુના પાંચ મહિના પછી તેમણે જુલાઈ 2019માં સર્વિસિસ સિલેક્શન બોર્ડ (SSB)ના ઈન્ટરવ્યુમાં સફળતા મેળવી. આ પછી અબરોલ એરફોર્સ એકેડેમીમાં શામેલ થઈ અને જાન્યુઆરીમાં 2020માં IAF એકેડેમીમાં તેનો નવો કોર્સ શરૂ થયો. એરફોર્સ એકેડમીમાં થયેલી પાસિંગ આઉટ પરેડમાં ગરિમા અબરોલ પણ શામેલ થઈ હતી, જેમને રક્ષા મંત્રી રાજનાથ સિહે સન્માનિત કરી હતી.

ગરિમાએ તેના પતિની શહાદત પછી એક લાગણીસભર પોસ્ટ લખી હતી, જેને લોકો આજે પણ ભૂલ્યા નથી. આ પોસ્ટમાં લખ્યું હતું- ‘હું ગરિમા અબરોલ છું. હું શહીદ સ્ક્વોડ્રન લીડર સમીર અબરોલની પત્ની છું. મારા આંસુ હજી સુકાયા નથી, હું હજી પણ વિશ્વાસ કરી શકતી નથી કે તમે ગયા છો. મારા સવાલોના જવાબ કોઈ આપતું નથી, મારા પતિને ભારતીય હોવાનો ગર્વ હતો. ગરિમાએ લખ્યું કે, ‘હજુ કેટલા પાયલોટોનું બલિદાન આપવું પડશે જેથી આ સિસ્ટમના લોકોને ખ્યાલ આવે કે કંઈક ખોટું થયું છે. તમને જગાડવા માટે હજુ કેટલા પાયલોટે પોતાનો જીવ ગુમાવવો પડશે? ‘

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....