Homeમનોરંજનજુઓ વીડિઓ - કેવી રીતે ઉત્પન કરવામાં આવે છે વીજળી

જુઓ વીડિઓ – કેવી રીતે ઉત્પન કરવામાં આવે છે વીજળી

-

Gujarati Janva Jevu – જુઓ કેવી રીતે ઉત્પન કરવામાં આવે છે વીજળી

સમગ્ર વિશ્વમાં કોલસાની અછત ભારે પ્રમાણમાં અનુભવાઈ રહી છે. તેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. દેશના ઘણા પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો જથ્થો થોડા દિવસો બચ્યો છે. આવી સ્થિતિમાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં દેશને મોટાપાયે વીજળીના સંકટનો સામનો કરવો પડી શકે છે

વીજ ઉત્પાદનના અભાવે આગામી સમયમાં આપણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેની નકારાત્મક અસર દેશના અર્થતંત્ર પર પણ પડી શકે છે. વીજળીના અભાવે ઘણા ઉદ્યોગો અટકી શકે છે. જેની સીધી અસર દેશના કરોડો લોકો અને તેમની આવક પર પડી શકે છે. કોલસાની કટોકટીની આ વિકટ સ્થિતિમાં તમારી અંદર પ્રશ્ન ઉભો થયો હશે કે કોલસામાંથી વીજળી કેવી રીતે બને છે? આ લેખ દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે કોલસાની મદદથી વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે?

સૌ પ્રથમ માલગાડી અથવા અન્ય કોઇ માધ્યમોની મદદથી ખાણમાંથી પાવર પ્લાન્ટ સુધી કોલસાને મંગાવવામાં આવે છે. કોલસાને મંગાવ્યા પછી તેને જીણું પાવડર જેવું પીસવામાં આવે છે, જેથી તેનો ઉપયોગ આગળના કામ માટે થઈ શકે.

પીસેલા આ કોલસાનો ઉપયોગ બોઈલરની અંદર પાણી ગરમ કરવા માટે થાય છે. પાણી જ્યારે પૂરતું ગરમ ​​થાય છે, ત્યારે તે ઉચ્ચ દબાણ વરાળમાં ફેરવાય છે. આ હાઇ પ્રેશર વરાળનો ઉપયોગ ટરબાઇનને ફેરવવા માટે થાય છે.

ઉચ્ચ દબાણ વરાળની બાફથી ટરબાઈનને ખૂબ ઝડપથી ફેરવવામાં આવે છે. આ ટરબાઇન-જનરેટર સાથે જોડાયેલા છે. ટરબાઈન જ્યારે ફરે છે, તો જનરેટરની અંદર (મેગ્નેનિટક ફીલ્ડ) ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. આ ચુંબકીય ક્ષેત્રની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે અને ગ્રિડની મદદથી તેને સમગ્ર દેશમાં પહોચાડવામાં આવે છે.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો કોલસો ઉત્પાદક દેશ છે. તેમ છતાં, દેશ મોટા પ્રમાણમાં કોલસાની અછતનો સામનો કરી રહ્યો છે. આનું એક મોટું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે કોરોના મહામારીને કારણે વિશ્વભરમાં કોલસાનું ઉત્પાદન ઘણું ઓછું થઈ ગયું હતું, જેની અસર હવે જોવા મળી રહી છે. બીજી બાજુ, દેશમાં ચોમાસાની ઋતુમાં ઘણો વરસાદ પડ્યો હતો

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....