Homeગુજરાતજાણો - ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકે ભારતીય વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપવા શું કર્યું

જાણો – ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકે ભારતીય વિદ્યાર્થીઓના સપનાને પાંખો આપવા શું કર્યું

-

કોઈને મદદ કરવા માટે માત્ર પૈસાની જરૂર નથી, તેને સારા મનની જરૂર છે આ કહેવતને પ્રિયા પટેલે સાચી પડી છે. તે વિદ્યાર્થીઓને મદદ કરવા આગળ આવી છે જેઓ ઉંચે ઉડવાની ઈચ્છા ધરાવે છે પરંતુ આર્થિક તંગીને કારણે તેમના સપના પૂરા નથી કરી શકતા.

દાદીના નામે બનાવ્યો NGO
ભારતીય મૂળની 25 વર્ષની ખગોળશાસ્ત્રી પ્રિયા પટેલે યુએસએમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે એક એનજીઓની સ્થાપના કરી છે. દાદીના નામે ચાલતી શારદા ફાઉન્ડેશનનો હેતુ ભારતીય વિદ્યાર્થીઓને નાસા, ઇએસએ જેવી એજન્સીઓ સાથે કામ કરવાની તક આપવાનો છે. સ્પેસ એન્જિનિયર પ્રિયા પોતે પણ (Aerobatic Pilot) એરોબેટિક પાયલટ બનવાની તાલીમ લઈ રહી છે, તે હાલમાં મંગળ પર પાણીની હાજરી પર થઈ રહેલા સંશોધનનો એક ભાગ છે.

હું નસીબદાર છું-પ્રિયા
અવકાશયાત્રી કહે છે કે હું નસીબદાર છું કે મને આ અનુભવ મળ્યો, પરંતુ હવે હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે હું તે અનુભવો એવા વિદ્યાર્થીઓ સાથે વહેંચું જેઓ ખરેખર અવકાશમાં જવાની ઈચ્છા રાખે છે પરંતુ તેમની પાસે પોતાના ઝૂનુનને આગળ વધારવા માટે સંસાધન નથી હોતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મંગળ ગ્રહ પર ઉતરેલા પાણી પર કરી રહી છે અભ્યાસ
પ્રિયા જણાવે છે કે તે હાલમાં આ વર્ષની શરૂઆતમાં મંગળ ગ્રહ પર ઉતરેલા પાણીની હાજરીનો અભ્યાસ માટે નાસાના પર્સવેરેન્સ રોવરથી વાયુમંડળીય ડેટા એકત્રિત કરવા માટે કામ કરી રહી છે. તેણે કહ્યું કે આ એક “સપના સાચા થવા” જેવું છે અને તે STEMમાં ભારતીય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરીને ખુશ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

પ્રિયા પીએચડી કરી રહી છે
ગુજરાતમાં જન્મેલી પ્રિયા માને છે કે ભારતમાં પ્રતિભાની કમી નથી, સંસાધનોનો અભાવ છે. ભારતથી બહાર આવ્યા બાદ મારા માતા -પિતાએ આપેલા બલિદાનને કારણે મને આ તક મળી. હાલમાં તે નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સંકલનમાં યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી પીએચડી કરી રહી છે.

Must Read