Homeમનોરંજનજાણો શા માટે આટલી વિશેષ હોય છે શરદ પૂનમની રાત્રી?

જાણો શા માટે આટલી વિશેષ હોય છે શરદ પૂનમની રાત્રી?

-

આમ તો દરેક મહિનાની પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણ, દેવી લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવાનું વિધાન છે. પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર, (આસો) અશ્વિન મહિનાની પૂર્ણિમાએ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની અદ્દભૂત દિવ્ય રાસલીલાઓનો પ્રારંભ થયો હતો. પૂર્ણ ચંદ્રની સફેદ તેજસ્વી ચાંદનીમાં યમુનાજી નજીક, ભગવાન શ્રી કૃષ્ણ, તેમની નવ લાખ ગોપીઓ સાથે, તેમના સ્વયંના જ જુદા જુદા ગોપીના રૂપમાં આવ્યા અને બ્રજમાં મહારસ રચ્યો હતો, તેથી આ મહિનાની પૂર્ણિમાનું મહત્વ પણ બહુ જ વધી જાય છે.

Gujarati Janva Jevu – જાણો શરદ પૂનમની રાત્રી નુ મહત્વ

શરદ પૂમનને કોજોગર પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા કુમાર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસે જે વ્રત રાખવામાં આવે છે તેમને કૌમુદી વ્રત કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન રજનીશ એટલે કે ચંદ્રની પણ પૂજા કરવાનું વિધાન છે. શાસ્ત્રો અનુસાર, દેવી લક્ષ્મીનો જન્મ શરદ પૂર્ણિમાના દિવસે થયો હતો, તેથી જ દેશના ઘણાં ભાગોમાં, શરદ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે

શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે

અશ્વિન (આસો) પૂર્ણિમાની રાત્રે, સોળ કલાઓથી ભરેલો ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે – પુષ્ણામિ ચૌષધિ: સર્વા સોમો ભૂત્વા રસાત્યમક:
“હું રસસ્વરૂપ એટલે અમૃતમય ચંદ્ર હોવાથી હું બધી ઔષધીઓને એટલે કે વનસ્પતિને મજબૂત કરું છું.” ચંદ્ર પૃથ્વી પર તેમના સંપૂર્ણ કળાઓ સાથે પૃથ્વી પર ઠંડક, પોષણ શક્તિ અને શાંતિના અમૃતનો વરસાદ કરે છે, તેમના તેજસ્વી કિરણો જ્યારે પાક, છોડ, પીણાં અને ખાદ્ય પદાર્થોમાં પડે છે, ત્યારે તેમાં અમૃતની અસર આવે છે અને તે જીવન આપીને દુનિયાને આરોગ્ય પ્રદાન કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે

જ્યોતિષ માન્યતા અનુસાર, જે ભક્તો આ રાત્રે ષોડશોપચાર વિધિથી લક્ષ્મીજીની પૂજા કરે છે અને શ્રી સૂક્ત, કનકધારા સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરે છે, જો તેમની કુંડળીમાં ધનયોગ ન હોય તો પણ માતાજી તેમને ધન અને ધાન્યથી સંપન્ન કરે છે. નારદ પુરાણ અનુસાર, શરદ પૂર્ણિમાની સફેદ ચાંદનીમાં માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર સવાર થઈને પોતાના કર-કમળોમાં વર અને અભય માટે નિશીથ કાળમાં પૃથ્વી પર ભ્રમણ કરે છે, અને માતાજી એ પણ જુએ છે કે કોણ જાગૃત છે? એટલે કે, પોતાના કર્મોને લઈને શું-શું વિચારે છે. જે લોકો આ રાત્રે જાગે છે માતા લક્ષ્મીની પૂજા કરે છે, તેમના પર માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ મળે છે, દર વર્ષે કરવામાં આવતું કૌમુદી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન કરનારૂ છે.

Must Read