આ પાંચ લોકોના ઘરનું ભોજન ગ્રહણ કરવું તો દૂર રહ્યુ, પાણી પીવું ગણાય છે ઘોર પાપ, જાણો શું કહે છે ગરૂડ પુરાણ
ગુજરાતીમાં જાણવા જેવું – Gujarati Janva Jevu
જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે અને તે પછી આત્માની યાત્રા, તેમજ સારું જીવન જીવવાની રીત, ગરુડ પુરાણમાં વિગતવાર સમજાવવામાં આવી છે. તેથી જ તેમને મહાપુરાણ માનવામાં આવે છે. ગરુડ પુરાણ જણાવે છે કે વ્યક્તિની ક્રિયાઓ કેવી રીતે કરવી જોઈએ. કયા કાર્યોથી તેમને પુણ્ય મળે છે અને કયા કાર્યોને કારણે તે પાપના ભાર હેઠળ દબાય છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક લોકોના ઘરમાં ભોજન કરવાથી વ્યક્તિ પાપના ભાગીદાર બને છે, તેથી આ લોકોના ઘરમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ.
આ લોકોના ઘરે ક્યારેય ભોજન ન લો
ગુનેગારોના ઘરે ભોજન ન લેવું જેના ગુના સાબિત થયા છે. આ માટે 2 કારણો હોય છે. પ્રથમ આવા લોકો પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. બીજા ગુનામાં સામેલ લોકો નકારાત્મકતાથી ભરેલા હોય છે, અહીં તેમનો ખોરાક ખાવાથી તમારામાં પણ તે નકારાત્મકતા આવી શકે છે.
બીમાર વ્યક્તિના ઘરનું ભોજન ગ્રહણ ન કરો. આવા ઘરોમાં બેક્ટેરિયા હોય શકે છે જે ખોરાક દ્વારા તમારા શરરીમાં પ્રવેશી શકે છે અને તમને બીમાર પણ કરી શકે છે.
વ્યાજથી પૈસા લેતા હોય તેના ઘરનું પણ ક્યારેય કઈ ન ખાઓ કે પીઓ. વ્યાજમાંથી મળેલા નાણાંમાં લોકોની પીડા અને લાચારી છુપાયેલી હોય છે. આવા પૈસાનો વપરાશ વ્યક્તિને પાપી બનાવે છે.
નશીલા પદાર્થને લગતી દવાઓનો વ્યવસાય કરનાર વ્યક્તિ ખૂબ જ પાપી હોય છે કારણ કે તે પોતાના ધંધા સાથે ઘણા લોકોનું સ્વાસ્થ્ય બગાડે છે. તે તેના મૃત્યુનું કારણ પણ બને છે. આવા લોકોથી દૂર રહેવું વધુ સારું છે. સાથે જ તેમના ઘરનું પાણી પણ પીવું જોઈએ નહીં.
ક્રોધિત વ્યક્તિ નકારાત્મકતાથી ભરેલો હોય છે. ધીરે ધીરે આવા લોકોના ઘરમાં દરેક વસ્તુમાં નકારાત્મકતા આવે છે. એટલા માટે તેમના ઘરની કોઈપણ વસ્તુ ગ્રહણ ન કરવી જોઈએ.