Homeરાજકારણરાજકારણમાં યુવાનોને પ્રોત્સાહિત કરે, તેવો 22 વર્ષીની એન્જીનીયરનો કિસ્સો.

રાજકારણમાં યુવાનોને પ્રોત્સાહિત કરે, તેવો 22 વર્ષીની એન્જીનીયરનો કિસ્સો.

-

દેશમાં નેતાઓ અંગુઠા છાપ પણ હોય છે,જે મંત્રી પદપર બિરાજમાન થતા હોય જેથી પ્રજાના સાચા પ્રશ્નો સુધી પહોચી શકતા નથી અને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે, માટે યુવાઓ માટે પ્રેરણાદાયી કિસ્સો છે.

આ નવ યુવતી એન્જિનિયર છાત્રાની ઉમર માત્ર 22 વર્ષની છે, અને પ્રજાનું દિલ જીતવામાં ખરી પણ ઉતરી, જેથી વિદ્યાર્થી કાળમાં જીતી ચૂંટણી, અને બની ગય સહુથી નાની ઉંમરમાં પંચાયત પ્રમુખ

જો શિક્ષણ અને યુવા શક્તિ મળી જાય તો દેશની તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ મળી શકે છે. જોકે, દેશના રાજકારણમાં યુવાનોની ભાગીદારી હજુ ઘણી ઓછી છે. તમિલનાડુની વેંગાદામપટ્ટી પંચાયત તરફથી એક સમાચાર આવ્યા છે, જે જાણીને એવું લાગે છે કે પ્રજા પણ રાજકીય પરિસ્થિતિમાં ફેરફાર ઇચ્છે છે.

માહિતી મુજબ, 22 વર્ષીય એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીને તેનકાશી જિલ્લામાં આવેલી વેંકાદમપટ્ટી પંચાયત દ્વારા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવી છે. આર. શારુકલા હંમેશા પોતાની જાત પર વિશ્વાસ કરતી હતી કે તે સમાજમાં થોડો ફેરફાર લાવશે. તાજેતરમાં તમિલનાડુમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાની ચૂંટણીમાં શારુકલાએ ઉમેદવારી નોંધાવી હતી.

શારુકલાએ ચૂંટણી જીતી અને તમિલનાડુની સૌથી નાની પંચાયત પ્રધાનો માંથી એક બની
તેનકાશીના લક્ષ્મીયુર ગામની શારુકલાએ 796 મતોથી જીત્ય મેળવી. પંચાયત પ્રમુખની ચૂંટણી માટે 5 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને શારુકલાને કુલ 3336 મત મળ્યા હતા. છેલ્લા 15 વર્ષથી ગણેશન પંચાયતના પ્રમુખ હતા, તેમના મૃત્યુ પછી તેમની પત્ની રેવતીએ ચૂંટણી લડી અને 2540 મત મેળવ્યા હતાં.

શારુકલા હાલમાં કોઇમ્બટૂર આવેલી હિન્દુસ્તાન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીમાંથી માસ્ટર્સ કરી રહી છે. તેના પિતા રવિ સુબ્રમણ્યમ ખેડૂત છે અને માતા પુલાંગુલમ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવે છે. શારુકલા રાજકારણમાં યુવાનોની ઉત્તમ ભાગીદારી ઈચ્છે છે. તેમનું માનવું છે કે શિક્ષિત યુવાનો અન્ય કરતા ઘણું સારું કરી શકે છે. શારુકલાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઘરના કોઈ પણ પુરુષ સભ્યને તેના કામમાં દખલ નહીં કરવા દે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....