Homeહેલ્થReduce Cholesterol Naturally: આ 5 વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ લોહીમાંથી દુર થશે.

Reduce Cholesterol Naturally: આ 5 વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ લોહીમાંથી દુર થશે.

-

Cholesterol Health Tips Gujarati:જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું(Bad Cholesterol) પ્રમાણ વધવા લાગે ત્યારે હૃદયને (Heart Diseases) લગતી બીમારી થવાની સંભાવનાઓ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલ વધવાને કારણે રક્ત વાહિનીઓમાં ફેટ જમા થવા લાગે છે. આ ફેટ મીણ જેવો ચીકણો અને લીસી પદાર્થ હોય છે, જે લોહીમાંથી સરળતાથી બહાર નીકળી શકતો નથી. આ જ કારણ છે કે લોહીનું પરિભ્રમણમાં અટકવા લાગે છે.

How To Reduce Cholesterol Naturally

શરીરનું કોલેસ્ટ્રોલ લિવરમાં બને છે અને તે જરૂરી પણ છે. સારું કોલેસ્ટ્રોલ શરીર માટે જરૂરી પણ છે, પરંતુ ઘણી વખત આહાર અને ખરાબ જીવનશૈલીને કારણે Bad Cholesterol વધવા લાગે છે. તો આવો જાણીએ કોલેસ્ટ્રોલ શું છે, કેટલા પ્રકાર હોય છે અને કેવી રીતે ખરાબ કોલેસ્ટ્રોલ નેચરલી ઓછું કરી શકાય છે.

Type Of Cholesterol કોલેસ્ટ્રોલ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે.

1).એલડીએલ (LDL) લો ડેન્સિટી લિપો પ્રોટીન (એલડીએલ) સૌથી ખતરનાક છે.આને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. તેના વધવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે

2).એચડીએલ (HDL) અને

3).વીએલડીએલ (VDL). કોલેસ્ટ્રોલની સામાન્ય રેન્જ 125થી 200 mg/dL હોય છે. તેમજ એચડીએલ કોલેસ્ટ્રોલ 40 mg/dL હોવું એ તંદુરસ્ત કોલેસ્ટ્રોલની નિશાની માનવામાં આવે છે.

Reduce Cholesterol Naturally
Reduce Cholesterol Naturally

વાંચો: રોજ ખાઓ માત્ર એક આંબળા, આ રોગોની ગૂંચવણો દવા વગર દૂર થઈ જશે

આ 5 વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ લોહીમાંથી દુર થશે.

  • લસણ ખાવ – સવારે ખાલી પેટે જો તમે કાચી લસણની કળીઓ ખાવાનું શરૂ કરશો તો તે તમારા લોહીમાંથી ગંદા કોલેસ્ટ્રોલને ઝડપથી દૂર કરી દેશે.
  • ગ્રીન ટી પીવો(Green Tea) – ગ્રીન ટીથી શરીરની ચરબી તો ઓછી થાય જ છે સાથે જ જમા થયેલી ચરબી પણ ઓછી થાય છે. ગ્રી ટી પાચનતંત્રમાં પણ ફાયદો આપે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.
  • હળદરવાળું દૂધ પીવો – હળદરવાળું દૂધ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે. હળદરમાં હાજર કર્ક્યુમિન ખરાબ કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે.
  • અળસીના બીજ ખાઓ – અળસીનાં બીજમાં ઓમેગા 3 ફેટી એસિડ અને લિનોલેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને આ બંને સામગ્રી ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવામાં મદદગાર સાબિત થાય છે.
  • આમળા ખાઓ – આમળામાં એનેમોક્સ એસિડ અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં, તમારે આમળાનું સંપૂર્ણ સેવન કરવું જ જોઇએ.

વાંચો: માઇક્રોવેવમાં ગરમ ​​કરવામાં આવેલી આ 6 વસ્તુઓ શરીર માટે બની શકે છે ‘ઝેર’

Health Tips Gujarati: High કોલેસ્ટ્રોલથી બચવાના ઉપાયો

ધૂમ્રપાન કરવાનું ટાળો – જો તમે નિયમિત ધૂમ્રપાન કરો છો તો તેને છોડી દો. આ તમને ઉચ્ચ કોલેસ્ટરોલનું(Cholesterol) સ્તર ઘટાડવામાં મદદ કરશે.

તમારી ખાવાની રીત બદલો – તમારા આહારમાં ટ્રાન્સ ફેટ અને સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઓછું કરો. ફળો, શાકભાજી, માછલી અને આખા અનાજ જેવા તંદુરસ્ત ખોરાક ખાવાનો પણ પ્રયાસ કરો.

તંદુરસ્ત વજન જાળવી રાખો – કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ ઘટાડવા માટે તમારે વજન ઉતારવાની જરૂર છે. તમારા શરીરના વજનનો માત્ર ૧૦ ટકા હિસ્સો ઘટાડવાથી તમારા કોલેસ્ટરોલના સ્તરમાં ફરક પડે છે.

વાંચો: જાણો… નારિયેળ પાણી ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ.

(ડિસ્ક્લેમરઃ અમારો લેખ માત્ર માહિતી પૂરી પાડવા માટે જ છે. વધુ માહિતી માટે હંમેશાં નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ લો.)

Must Read