Homeરાજકારણવિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ગુજરાત યુવા કોંગ્રેસ કરશે આ બે યાત્રા

વિધાનસભા ચૂંટણીમાં યુવા મતદારોને આકર્ષવા ગુજરાત યુવા કોંગ્રેસ કરશે આ બે યાત્રા

-

Ahmedabad News : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ભણકારા વાગી રહ્યાં છે ત્યારે રાજ્યમાં આગામી ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ યોજાશે તે નિશ્ચિત છે. એવાં સત્તાપક્ષ ભાજપ વર્ષોથી સત્તા પર છે અને કોંગ્રેસ વર્ષોથી ભાજપને પરાસ્ત કરવામાં નિષ્ફળ રહી છે. પરંતુ એકદમ નવો જ પક્ષ આમ આદમી પાર્ટી AAP પુરી ક્ષમતા સાથે ચૂંટણીની તૈયારીમાં લાગ્યો છે. આ સ્થિતીમાં કોંગ્રેસ Congress હાસ્યામાં ન ધકેલાય માટે પુરી તાકાત સાથે જન સંવાદના કાર્યક્રમો કરવા પ્રયાસ કરી રહ્યો છે. જેમાં યુવા કોંગ્રેસ યુવા મતદારો આકર્ષવા માટે મેદાને ઉતર્યું છે.

આજરોજ અમદાવાદ સ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય યુવા કોંગ્રેસ (Gujarat Youth Congress) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં જણાવાયું હુતં કે, રાજ્યમાં યુવા મતદારોને કોંગ્રેસ તરફ આકર્ષિત કરવા યુવા કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં 2 યાત્રાનું આયોજન કરી રહ્યુું છે. આ યાત્રામાં રાજ્યની 75 જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવશે.

પત્રકાર પરિષદમાં યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી રાજ્યાના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે ગુજરાતની પ્રજાને કેટલાક વચનો આપ્યા હતા. અને હવે આ બાબતે રાજ્યના યુવાનો સુધી પહોંચવા માટે યુવા કોંગ્રેસ બે યાત્રા કરશે. બંને યાત્રામાં 75 વિધાનસભા બેઠકને આવરી લેવામાં આવશે. યાત્રા થકી યુવાનો સુધી રાહુલ ગાંધીએ આપેલા વચનો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે.

રોજગારી મામલે તેમણે કહ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વિજય મેળવી સરકારની રચના કરશે તો, પ્રથમ કેબિનેટ બેઠકમાં જ ગુજરાતના યુવાનોને પ્રત્યેક મહિને 3 હજારનું ભથ્થુ આપવા નિર્ણય કરશે. સાથ કોન્ટ્રાક્ટ પધ્ધતીથી અપાતી નોકરીની પ્રથા નાબુદ કરી 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચન સાથે યુવા કોંગ્રેસ પરિવર્તન યાત્રા રાજ્યમાં યુવાનો સુધી પહોંચશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...