Homeગુજરાતમેઘરાજાના લાંબી વિરામ બાદ આ દિવસોમાં વરસાદની આગાહી: ગુજરાત

મેઘરાજાના લાંબી વિરામ બાદ આ દિવસોમાં વરસાદની આગાહી: ગુજરાત

-

Gujarat weather News : રાજ્યમાં મેઘરાજા Varsad એ કેટલાક દિવસોથી વિરામ લીધો છે. આ વિરામ ખેડૂતો માટે ખેતરમાં વરાપ નિકળતા નિંદામણનો સમય મળે તે માટે જરૂરી પણ હોય છે. પરંતુ વધારે વિરામને કારણે ખેડૂતોમાં ઉભા પાકને બળવાની ચિંતા પણ જોવા મળતી હોય છે. પરંતુ રાજ્યના હવામાન વિભાગની વરસાદની આગાહી Varsad ni Agahi 2022ને કારણે ખેડૂતોને રાહતનો અનુભવ થાય તેમ છે.

હવામાન વિભાગની (Weather Forecast)આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી માટે ભારે વરસાદી શક્યતાઓ જોવાતી નથી. પરંતુ અનુમાન મુજબ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ હવામાન અંગે આગામી પાંચ દિવસની આગાહી કરતા જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટો છવાયો વરસાદ રહેશે. રાજ્યમાં હાલ સુધીમાં સિઝનનો કુલ 70 ટકા વરસાદ વરસી ગયાની માહિતી મળી રહી છે. જ્યારે કચ્છમાં સૌથી વધારે 117 ટકા વરસાદ વરસ્યો છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં 82 ટકા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 62 ટકા વરસાદ જ્યારે મધ્ય ગુજરાતમાં 61 ટકા અને ઉત્તર ગુજરાતમાં 56 ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે. હાલ ઑગસ્ટ મહિનાની શરૂઆતમાં આગાહી મુજબ સારો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

Must Read