HomeગુજરાતAAP નેતા યુવરાજસિંહના આક્ષેપ બાદ તપાસ શરૂ, 2 ની અટકાયત વાંચો સમગ્ર...

AAP નેતા યુવરાજસિંહના આક્ષેપ બાદ તપાસ શરૂ, 2 ની અટકાયત વાંચો સમગ્ર અહેવાલ

-

Ahmedabad : ગુજરાત રાજ્યમાં સરકારી નોકરીની ભરતીમાં (Government job Exam) અને પરીક્ષામાં જાણો કૌભાંડીયાઓનું (Scam) રાજ હોય તેવો ઘાટ રચાયો છે. થોડા દિવસ પહેલા પેપરલીક (Paper Leak) કાંડ મામલો સમ્યો નથી ત્યાં નવા ભરતી કૌભાંડ થયાના આરોપ આવી ગયા છે. આમ આદમી પાર્ટીના (Aam Aadmi party – Aap) યુવરાજસિંહે (Yuvrajsinh) આજે ઉર્જા વિભાગમાં (Gujarat Urja Board) UGVCL, DGVCL અને PGVCL ની ભરતીમાં કૌભાંડ થયાના સણસણતા આક્ષેપ (Allegation) કર્યા હતા.

યુવરાજસિંહના આક્ષેપ બાદ સમગ્ર મામલે પોલીસ દ્વારા પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી ચુકી હોવાની માહિતી મળી રહી છે. જેમાં 2 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર ઘટના મામલે તપાસ કરવા માટે પોલીસ દ્વાર ત્રણ ટીમોની રચના કરવામાં આવી છે. આ મામલે સંડોવાયેલા તમામ લોકોની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

ઉર્જા વિભાગની ભરતી પર થયેલા આક્ષેપો મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પ્રાંતિજ પરીક્ષા સેન્ટર ખાતે આ ગેરરીતિ થયા, અને તેની સમગ્ર ગોઠવણમાં ધ્રુવ પટેલ નામના ઉમેદવારની ભૂમિકાના આરોપના અહેવાલો સામે આવી રહ્યા છે.

‘આપ’ ના યુવા નેતા યુવરાજસિંહ એ કરેલા આક્ષેપ મુજબ આ ભરતી કૌભાંડનો વચેટિયો અવધેશ પટેલ છે. અવધેશ પટેલ જિલ્લા ભાજપ યુવા મોરચાનો મહામંત્રી પણ છે અને બાયડ ખાતે ટ્યુશન પટેલ આ કૌભાંડમાં સામેલ છે.

આ ઑનલાઈન પરીક્ષા મહારાષ્ટ્ર મુળની NSEIT દ્વારા લેવામાં આવે છે. તેમજ એક પેપર માટે રૂપિયા 21 લાખ લેવામાં આવ્યા છે તેવા આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યા છે. તેમના આક્ષેપ મુજબ તો ગેરરીતિ કરી પાસ થયેલા ઉમેદવારો UGVCL, PGVCL, DGVCLમાં ફરજ પણ બજાવી રહ્યાં છે. અને તેમાં ઉર્જા વિકાસ નિગમના કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા છે. આ કૌભાંડમાં ગેરરીતિ કરી પાસ થયેલા ઉમેદવારો ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ, બાબુ પટેલ અને જીગીશા પટેલ છે.  

Must Read