Homeગુજરાતદારૂના અડ્ડામાં અધિકારી અને સરકાર ભાગીદાર છે: જગદીશ ઠાકોર

દારૂના અડ્ડામાં અધિકારી અને સરકાર ભાગીદાર છે: જગદીશ ઠાકોર

-

બોટાદ સમાચાર : બોટાદ જિલ્લાના બરવાળામાં લઠ્ઠાકાંડ (Latthakand Botad)ની ઘટના બાદ રાજ્ય સરકાર અને પોલીસ સવાલોથી ઘેરાયેલી છે. ત્યારે રાજકીય નેતાઓ પર સરકાર પર અને પોલીસ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યાં છે. જેમાં આજરોજ જગદીશ ઠાકારે કહ્યું હતું કે, અમે બુટલેગરના હાથે મરવા તૈયાર છીએ, ખોટા કેસ થાય તો પણ અમે તૈયાર છીએ પણ ગુજરાતને ઉડતું ગુજરાત નહીં થવા દઈએ. ઉલ્લેખનીય છે કે, હાલ લઠ્ઠાકાંડોન મૃત્યુ આંક 31 સુધી પહોંચી ગયો છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાય પણ ઘટના સંદર્ભે તપાસમાં પહોંચ્યાના અહેવાલ છે.

gujarat congress president jagdish thakor at botad rojid village
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા

ગૃહમંત્રી સંઘવીના રાજીનામાની માગણી

આજરોજ બરવાળાના રોજીદ ગામ ખાતે થયેલા લઠ્ઠાકાંડના મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા તેમજ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી બરવાળાના રાજીદ ગામ ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના અમિત ચાવડાએ લઠ્ઠાકાંડની ગંભીરતા દાખવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગણી કરી હતી.

સરકાર પર સણસણતા પ્રહાર કરતા જગદીશ ઠાકોર

રાજીદ ગામે પહોંચેલા જગદીશ ઠાકોર લઠ્ઠાકાંડ મામલે સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ‘ગુજરાતમાં મામલતદાર રેઈડ કરે તો દારૂ મળે, અમે રેઈડ કરીએ તો દારૂ મળે, સામાજિક સંગઠનો રેઈડ કરે તો દારૂ મળે ત્યારે મિલીભગત નથી આ ભાગીદારી છે. દારૂના અડ્ડાઓમાં રાજકીય લોકો અને અધિકારીઓનો ભાગ છે. જેમાં 30 ટકા રાજકારણનો ભાગ છે, 30 ટકા અધિકારીઓેનો ભાગ છે અને 40 ટકા દારૂ વેચવાવાળાનો ભાગ છે તેવું ગુજરાતની જનતા કહે છે. રાજ્યમાં કન્ટેનરમાં દારૂ આવે છે. આ છડેચોક ચાલે છે તેનો વિરોધ કરે તેને ધમકી આપવામાં આવે છે. બનાસકાંઠામાં તો જેણે દારૂ પર રેઈડ કરી તેને પોલીસે કેસ કર્યો અને બે મહિના જેલમાં ધકેલ્યો, પોલીસે દારૂના અડ્ડાવાળા પર કેસ ના કર્યો પણ જે દારૂ પકડી લાવે તેને જેલમાં ધકેલી દીધો. ગુજરાતમાં દારૂ વેચાશે તો તે સાંખી નહીં લેવાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર બુટલેગરો અને અધિકારીઓની સાંઠગાઠ શું સાબિત કરવા માંગે છે.’

દારૂબંધીનો દંભ બંધ કરી દારૂબંધી હટાવો: શંકરસિંહ

બીજ તરફ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે ગુજરાતમાં દારુબંધીનો ખોખલો દંભ બંધ કરી દારૂબંધી હટાવી દેવી જોઈએ. હાલ રાજ્યની કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

jagdish-thakor-rojid-village-botad-latthakand-news-min
Latthakandમાં મૃત્યુ પામેલા લાકોના પરિવારની મુલાકાતે કોંગ્રેસના નેતા પહોંચ્યા હતા

ઝેરનો વેપાર કરનાર રાક્ષસો છે: અલ્પેશ ઠાકોર

બીજી તરફ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી હતી કે, લઠ્ઠાકાંડમાં જેમાના મૃત્યુ થયા છે તેમને લઈ હું દુઃખની લાગણી વ્યકત કરું છું. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે. આ ઝેરનો વેપાર કરનારા રાક્ષશો છે, દારૂનો નશો પરિવારને બરબાદ કરી નાખે છે તો દારૂના નશાથી દૂર રહેવું જોઈએ. સાથે જ લઠ્ઠાકાંડના આરોપીઓને સખત સજા કરવાની પણ તેમણે માગ કરી છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રોજીદ ગામ હિબકે ચડ્યું

બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી.. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...