ગુજરાત યુનિવર્સિટીના(GU) છબરડાની યાદીમાં નવો ઉમેરો
યુનિવર્સિટીનો છબરડો 500 વિદ્યાર્થીના ભવિષ્યને ચિંતા મુકી રહ્યો છે
અધિકારી ગેરહાજર કે ઘેરહાજર એ પણ પ્રશ્ન
Ahmedabad: ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા પરિક્ષા લેવાનો નિર્ણય તો કરી લેવામાં આવ્યો પરંતુ તૈયારીના નામે કશું કર્યુ હોય તેમ જણાતું નથી. કારણ કે બી.કોમ. સેમેસ્ટર-6ના અંદાજે 500 જેટલા વિદ્યાર્થીને (Students) હોલ ટિકીટ (Hall ticket) મળી નથી. વિદ્યાર્થીઓને હોલ ટિકીટ નહીં મળતા પરિક્ષા (Exam) કેમ આપવી એ પ્રશ્ન મુંજવી રહ્યો છે.
- નવો છબરડો ઉમેરાયો.
માત્ર ગુજરાત યુનિવર્સિટી જ નહીં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ જાત-જાતના છબરડાંઓ સામે આવતા હોય છે, તે છબરડાની સંખ્યામાં આજે એક નવો છબરડો ઉમેરાયો છે. મળતી માહિતી પ્રમાણે અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓનું (Students) ભવિષ્ય હોલ ટિકીટ નહીં મળવાના કારણે ચિંતામાં મુકાયું છે.
- રૂપિયા ચૂકવ્યાં છતાં લિસ્ટમાં નહીં.
ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા બી.કોમ. સેમ-6ની ઓફલાઈન પરિક્ષા (Offline Exam) લેવાનું તો નક્કી કરી લેવાયું છે. જે માટે વિદ્યાર્થીઓએ સમયસર ફોર્મ ભર્યા હતા, અને જેમને મોડા ફોર્મ ભર્યા તેમને એ પેટે રૂપિયા 2000 યુનિવર્સિટીને ચૂકવ્યા હતાં. બાદમાં જ્યારે હોલ ટિકીટ(hall ticket) આપવામાં આવી ત્યારે આ વિદ્યાર્થીઓના નામ નહીં હોવાની માહિતી મળી હતી.
- અધિકારી ગેરહાજર કે ઘેરહાજર ?
આ ઘટનાની જાણ થતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી (Gujarat University) ખાતે પહોંચવા લાગ્યા હતા. મોટાભાગના વિદ્યાર્થીઓ મામલો લઈ યુનિવર્સિટીમાં આવ્યા પણ નિરાશ થવાનો વખત આવ્યો હતો.
વિદ્યાર્થીઓના કહેવા મુજબ તેમને લેટ ફી (Late fee) અને પરિક્ષા ફી(Exam fee) ભરી દિધી છે. છતાં તેમને હોલ ટિકીટ મળી નથી, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અધિકારી પાસે પહોંચ્યા તો કોઈ હાજર નહીં મળ્યું. કોઈ અધિકારી હાજર નહીં મળતા તેઓ પરિક્ષા નિયામક પાસે ગયા પણ ત્યાં પરિક્ષા નિયામક પણ ઓફિસમાં ન હતા.
- વર્ષ બગડવાની ભિતી.
વિદ્યાર્થીઓમાં ચિંતા છે કે જો લિસ્ટમાં નામ નહીં આવે અને હોલ ટિકીટ (Hall Ticket) નહીં મળે તો આખું વર્ષ બગડે. વિદ્યાર્થી ગુજરાત યુનિવર્સિટી વહેલી તકે આ મામલે નિરાકરણ લાવે તેવી માંગણી કરી રહ્યાં છે.