Sunday, May 15, 2022

શિક્ષકોની બદલીના નિયમોમાં ફેરફાર, 2 લાખ શિક્ષકોને સીધી અસર થશે

Gujarat Teachers Transfer Rule Change News : શિક્ષકોની બદલી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી એ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી છે કે, 10 વર્ષ પહેલા વિદ્યાસહાયકો અને પ્રાથમિક શિક્ષકની બદલીના નિયમો સમયની માંગ અને શિક્ષકોની માંગને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ એક નિર્ણય કર્યો છે. આ માટે સચિવ રાવ તેમજ નિયામક જોશી સહિતની સમગ્ર ટીમ ઉપરાંત શિક્ષક ટીમના પ્રમુખ ભીખાભાઈ સાથે એક બેટક કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોની સમસ્યા સમજી એક મહત્વનો અને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી જ અસર રાજ્યના 2 લાખ જેટલા શિક્ષકોને થશે.

જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

જૂઓ વીડિયો: આવી રીતે બસમાં ચડતા લોકોને ભીડ ન નડે

ગુજરાતમાં વધુ એક સરકારી ભરતી પરીક્ષા પાછળ ઠેલાઈ, વાંચો વિગત

જીતુ વાઘાણી એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતુ કે, સર્વ સમંતિથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિત તેમજ એડમિનિસ્ટ્રેશનનું પણ હિત જળવાઈ તે પ્રકારે નિર્ણય લેવાયો છે. હાલ સુધીમાં જે શિક્ષકોની બદલી થઈ તેમાં 10 મહેકમ છુટા કરવાથી શૂન્ય શિક્ષક થઈ જતા હોય ત્યાં શિક્ષકોને આખરમાં છૂટા કરવા. પહેલા છૂટા કરવા પરંતુ નવા શિક્ષક આવ્યા બાદ છૂટા કરવા. તેમજ તેઓ એ જણાવ્યું હતુ કે 3-4 હજાર જેટલા શિક્ષકોના આર્ડર થઈ પણ ચૂક્યા છે પણ તેઓ છૂટા થયા હતા નહીં. પરંતુ હવે તેઓ છૂટા થઈ જશે.

તેઓ એ એવું પણ જણાવ્યુ કે, પ્રાથમિક શિક્ષકોની બદલી કરવા સંબંધિત નિયમો વર્ષ 2012માં બનેલા હતા. તેમજ શિક્ષકોના મોટા સમુદાયના વિશાલ હિતને ધ્યાને રાખતા નવા નિયમો બનાવ્યા છે. 40 ટકા જેટલા શિક્ષકોને બદલીનો લાભ હતો તેમજ 100 ટકા જગ્યાઓ પર જિલ્લા બદલીનો પણ લાભ આપવામાં આવશે. ઉપરાંત જિલ્લા ફેર કે અરસપરસ અને સબંધિત શિક્ષકોના વતન હોવા જરૂરી હતા. તે જોગવાઈને પર હવે હટાવી દેવામાં આવી છે. જ્યારે મોટી વાત એ છે કે તેમને કહ્યું કે, 10 વર્ષની શરત સાથે મુકેલા હોય તેવા શિક્ષકો દ્વારા 5 વર્ષ બાદ જિલ્લા ફેર કરવાની અરજી કરી શકાશે.

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...