Homeગુજરાતતિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમારની ધરપકડ કરી, સંજીવ ભટ્ટ પણ ફરિયાદમાં...

તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રીકુમારની ધરપકડ કરી, સંજીવ ભટ્ટ પણ ફરિયાદમાં આરોપી

-

અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2002માં (Gujarat Riots 2002) થયેલી રમખાણો મુદ્દે સુપ્રિમ કોર્ટમાં ઝાકિયા ઝાફરીએ ખાસ તપાસ કમિટિએ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોટીને ક્લિનચીટ આપી હતી તેને પડકારી હતી. સુપ્રિમ કોર્ટ દ્વારા ઝાકીયા ઝાફરીની આ અરજી ફગાવી દેવા સાથે કાયદાકીય પ્રક્રિયાના દુરુપયોગ બદલ કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાત ATS (Gujarat ATS) દ્વારા મુંબઈ ખાતે પહોંચી આ મામલે તિસ્તા સેતલવાડ (Teesta Setalvad)ની અટક કરી મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરી હતી. બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ એક એફ.આઈ.આર. નોંધવામાં આવી જેમાં ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રી કુમાર (R B Sreekumar)ને ક્રાઈમ બ્રાન્ચ ખાતે બોલાવી પ્રાથમિક પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt), આર.બી. શ્રી કુમાર અને તિસ્તા સેતલવાડને આરોપી તરીકે દર્શાવાયા છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઝાકીયા ઝાફરીની પીટીશન ફગાવવા સાથે ગુજરાત પોલીસને નિર્દેશ આપ્યો હતો કે, અરજી પાછળ મલીન ઈરાદા રાખી કાયદાકીય પ્રક્રિયાને પ્રભાવિત કરવા સાથે કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ગુજરાત એટીએસ સુપ્રિમના નિર્દેશ બાદ ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી થઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં પોલીસ ઈન્સપેક્ટર દર્શનસિંહ બારડે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ તેમજ પૂર્વ ડીજીપી આર.બી. શ્રી કુમાર તેમજ NGO સંચાલક તિસ્તા સેતલવાડને આરોપી બતાવ્યા છે.

ફરિયાદમાં આરોપીઓ પર આરોપ કરવામાં આવ્યો છે કે, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ, આર.બી. શ્રીકુમાર તેમજ તિસ્તા સેતલવાડ હકિકતથી વાકેફ હોવા છતાં ખોટી માહિતી જાહેર કરી અને કરાવડાવી ગુજરાત રાજ્યની છબીને ક્ષતિ પહોંચાડી છે. તેમજ આરોપીઓએ કાયદાની પ્રક્રિયા પ્રભાવિત કરી દુરુપયોગ કર્યો.

ફરિયાદ મુજબ, ગુજરાત રમખાણોની તપાસ કરવા માટે રચાયેલી SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ), ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ ખોટા પુરાવા રજૂ કરવા તેમજ ભ્રમિત થાય તેવી સ્થિતી પેદા કર્યું હતું. તમામ આરોપીઓ IPCની કલમ 468, 471, 194, 211, 218 અને 120(બી) અનુસાર કેસ દાખલ કરી કાર્યવાહી કરવામાં આવે.

પ્રાપ્ત વિગતો મુજબ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે ખુબ જ ગુપ્તતા પૂર્વક તિસ્તાની ધરપકડ કરી હતી. જે માટે અમદાવાદથી એક ટીમને વહેલી સવારે મુંબઈ રવાના કરી દેવામાં આવી હતી. બીજી તરફ આર.બી. શ્રીકુમારને નિવેદન નોંધવા માટે ક્રાઈમ બ્રાન્ચ પહોંચવાનું સમન્સ મોકલવામાં આવ્યું હતું. જ્યાં તેમને ફરિયાદની જાણકારી આપી હતી અને વિધીસર ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે એટીએસ દ્વારા તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરી નજીકના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. જ્યાં તિસ્તાની ધરપકડની નોંધ કરવામાં આવી હતી. સંભવિત આ ટીમ તિસ્તાને લઈ મોડી રાત્રી સુધીમાં અમદાવાદ પહોંચી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કસ્ટોડિયલ ડેથના મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને સજા થતા હાલમાં તેઓ પાલનપુર જેલમાં સજા ભોગવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ તેમની ગમે તે ક્ષણે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશે.

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...