Gujarat Rain News 2022 : રાજકોટ : ગુજરાતમાં વરસાદ (Varsad) ની સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદનો માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે કેટલાય સ્થળો પર તારાજી સર્જાય તેવી સ્થિતી છે ત્યારે આગામી 5 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Varsad ni Agahi 2022) વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ તારીખ 10 જૂલાઈના રોજ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી છે. દરમિયાન દક્ષિમ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તારીખ 12 જૂલાઈએ ભારે વરસાદ વરસે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વધુ વાંચો- ન્યારી ડેમમાં જીપ ફેરવવા ગયા યુવાનો વિડીયો થયો વાયરલ

આજરોજ તારીખ 10 જૂલાઈના રોજ રાજ્યમાં સવારથી જ વરસાદની રમઝટ ચાલુ છે. છોટા ઉદેપુરના બોડેલીમાં 11 ઈંચ, જાંબુઘોડામાં 8 ઈંચ અને કવાંટમાં 7.5 ઈંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
વધુ વાંચો- વરસાદમાં આખલો બિલ્ડીંગના ત્રીજા માળે ચઢ્યો જૂઓ પછી શું થયું !
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, આહવા, ખેરગામ, ઉમરપાડામાં વરસ્યો છે. જ્યારે સંખેલા, મુંદ્રા, ઉચ્છલ, વાપી, તિલકવાડા, વલસાડ, ડોલવણ, ગરૂડેશ્વર અને સોજિત્રામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે.
આજરોજ સવારે રાજ્યના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વાંસદા, આહવા, ડોલવણ, સાગબારા, દેડિયાપાડા, વઘઈ અને મુંદ્રામાં 1.5 ઈંચ કરતા વધારે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
વધુ વાંચો- પૂરગ્રસ્ત વિસ્તારમાં આ પરીક્ષા મામલે મોટો નિર્ણય
હવામાન વિભાગની વરસાદની આગાહી

- રાજ્યમાં 10 જૂલાઈના રોજ નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી જ્યારે સુરત, ડાંગ, જૂનાગઢિ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.
- આવતી કાલે તારીખ 11 જૂલાઈના રોજ રાજ્યના નવસારી, ડાંગ, વલસાડ તેમજ જૂનાગઢમાં 8 ઈંચ સુધી વરસાદની આગાહી. ગીર સોમનાથ અને સુરત, ભરૂચ, તાપીમાં 4-8 ઈંછ વરસાદ વરસે તેવી સંભાવના.
- તારીખ 12 જૂલાઈના રોજ રાજ્યના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી તેમજ વલસાડમાં 8 ઈંચથી વધારે વરસાદ વરસે તેવી સંભાવના. જ્યારે પોરબંદર, ભાવનગર, રાજકોટ, સુરત, તાપી અને ભરૂચ તેમજ ડાંગમાં 4-8 ઈંચ સુધી વરસાદની શક્યતા.
આગામી ચાર દિવસ વરસાદ
આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે દરિયાખેડૂને માછીમારી કરવા દરિયામાં નહીં જવા માટે ચેતવણી પણ આપવામાં આવી છે.
આજે રાજકોટમાં વરસાદ પ્રીમોનસુન કામગીરી પડી ઉઘાડી

રાજકોટ : તારીખ 04 જૂલાઈ 2022 : આજરોજ સોમવારે રાજકોટ શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો હતો. બપોર બાદ મેઘરાજાની સવારી કડાક-ભડાકા સાથે શહેરમાં આવી પહોંચતા અંદાજે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.
વરસાદના પગલે રાજકોટના જામનગર રોડ, યાજ્ઞિક રોડ, રૈયા રોડ, રેસકોર્ષ, 150 ફૂટ રિંગ રોડ, કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ અને મોરબી રોડ પર વરસાદ વરસ્યો હતો.
રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ થતા લોકોને બફારામાંથી મુક્તિ મળી હતી. સાથે જ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા લોકને કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક માર્ગો પર તો દોઢ થી બે ફૂટ પાણી ભરાયા હતા.
ભારે વરસાદ વરસે તે પહેલા જ તંત્રના પ્રી મોનસુન કામગીરીના દાવા પોકળ સાબિત થતા દ્રશ્યો કેટલાક સ્થળે જોવા મળ્યા હતા. જેમાં માધાપર ચોકડીએ ગોઠણસમા પાણી ભરાતા બાઇક, રિક્ષા બંધ પડી જતા ચાલકો પરેશાન થતા જોવા મળ્યા હતા.
રાજકોટ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં આગામી 4 દિવસ માટે અતિભારે વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદને પગલે 7 જળાશયોમાં નવા નીરની આવક નોંધવામાં આવી છે.
ગત 24 કલાકમાં રાજકોટના 3, મોરબીના 1, દ્વારકાના 2, જામનગરના 1 એમ કુલ મળી 7 જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ હતી. 14.11 ફૂટ સુધી નવા નીર નોંધાયા છે.
જેતપુરમાં વરસાદ ખેડૂતોમાં ખુશી બીજી તરફ નગરતંત્રના પ્રિમોનસુનના પોકળ દાવા ખુલી ગયા
સુરેશ ભાલીયા, જેતપુર : તારીખ 04 જૂલાઈ 2022 :
સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ
જેતપુર શહેરમાં છેલ્લા 1 કલાકથી પડી રહ્યો છે ધોધમાર વરસાદ
ભારે વરસાદથી અનેક રસ્તાઓમાં ભરાયા પાણી
વરસાદથી નગરપાલિકાના પ્રી મોન્સુન કામગીરીના દાવા પોકળ

જેતપુર પંથકમાં સતત બીજા દિવસે શ્રીકાર વર્ષાથી ખેડૂતો ખુશહાલ
તારીખ 02 જૂલાઈ 2022 : રાજકોટના જેતપુર તાલુકા અને ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે બપોર બાદ ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદથી રસ્તા વહેતા થયા. પીઠડીયા,સાંકળી ,જેતલસર સહિતના ગામોમાં વરસાદ. અસહ્ય બફારામાંથી લોકોને મળી રાહત.

બનાસકાંઠાના ડીસા અને દિયોદરમાં પાણી-પાણી- વરસાદના સમાચાર
તારીખ 02 જૂલાઈ 2022 : ડીસા : ગુજરાતના કેટલાક જિલ્લા ગઈકાલે 1 જૂન અષાઢી બીજના તહેવાર પર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. પરંતુ રાજ્યના બોરસદ (Borsad) અને દિયોદર (Diyodar)માં અતિભારે વરસાદ વરસતા ગામમાં પાણી ઘુસી ગયા હતા. દિયોદરમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે ડિસામાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.

વરસાદના પગલે પાણી ભરાતા ડીસામાં કેટલીક દુકાનો પાણીમાં ગરકાવ થઈ હતી જ્યારે ગામમાં કેટલાક સ્થળે 5 ફૂટ સુધી પાણી ભરાયાના અહેવાલ છે. બોરસદમાં પણ ગામમાં પાણી ભરાઈ જાત ઢોર ઢાંખરના મૃત્યુ તેમજ ઘરવખરીનો નાશ થઈ ગયો છે.
બનાસકાંઠા (Banaskantha Rain News)ના વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી વાતાવરણ વાદળછાયુ રહ્યું છે. ગતરોજ અષાઢી બીજની મોડી રાત્રે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી, જેમાં અમીરગઢ 120 MM, કાંકરેજ 73 MM, ડીસા 120 MM, થરાદ 52 MM, દાંતા 59 MM, દાંતીવાડા 40 MM, દિયોદર 190 MM, પાલનપુર 37 MM, ભાભર 73 MM, લાખણી 35 MM, વડગામ 38 MM, વાવ 75 MM અને સુઇગામ 72 MM વરસાદ વરસ્યો હતો.
લોધીકાની ફોફળ નદીના પુરમાં કારમાં ફસાયેલા 7 લોકોના જીવ બચાવતા યુવાનો: દિલઘડક રેસ્ક્યુ

લોધીકા : રાજકોટના લોધીકા પંથકમાં ગઈકાલે 01 જૂૂલાઈની બપોરે 3 વાગ્યથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. બાદમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડતા ફોફળ નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતી સર્જાય હતા. આ સમયે હેવી વીજપોલનું કામ કરતા મજુરો પોતાનું કામ પતાવી સાંજના છ વાગ્યા આસપાસ ઘરે જવા નીકળેલ હતા. દરમિયાન ફોફળ નદી (Fofal River Lodhika)ના કોઝવેમા ફોરવીલ ઝાયલો ગાડી ફસાતા અંદર બેઠેલા 7 મજૂરોના જીવ જોખમમાં મુકાય ગયેલા હતા. પાણીના પ્રવાહમાં ગાડી ધીમે-ધીમે તણાવા લાગતા અંદર બેઠેલા મજૂરો મહામહેનતે ગાડીની છત ઉપર જીવ બચાવવા ચડી ગયા હતા.

આ સમયે લોધિકા ભાજપ માલધારી સેલના પ્રમુખ ભુપતભાઈ સિસોડીયાને જાણ થતા તેઓએ પળભરનો વિલંબ કર્યા વગર વગર સરપંચ કિશોરભાઈ વસોયા, ઉપસરપંચ દિલીપભાઈ મારકણા, અને શ્યામભાઈ શિયાળ સહીતનાઓને જાણ કરી હતી. જાણ થતા જ આગેવાનો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.
દરમિયાન ગામના યુવા તરવૈયા કરણભાઈ ગમારા, જીતુભાઈ સુમન ખાણીયા, હેમંતભાઈ મલ, સામભાઈ સીશોડીયા, દિનેશભાઈ ગમારા, શીવાભાઈ સીશોડીયા, ઈકબાલભાઈ સુમરા અને સલીમભાઈ સુમરા વગેરે તરવૈયાઓ પોતાના જાનની જોખમે નદીમાં દોરડા બાંધી કુદી પડ્યા હતા. દોરડા સાથે નદીમાં ઝંપલાવી સૌ પ્રથમ દોરડા વડે ફસાયેલી ગાડીના પૈડા સાથે દોરડું બાંધી બાજુના વૃક્ષ સાથે ગાડી બાંધી દિધેલ હતી. બાદમાં ધસમસતા પૂરમાં દોરડા વડે સાતે વ્યક્તિને કાંઠે સલામત બહાર લાવી દિધા હતા. જેને પરિણામે લોધીકામાં પ્રથમ વરસાદે જ મોટી દુર્ઘટના થતી અટકી હતી.

રાજકોટ જીલ્લાના 10 તાલુકામાં રાત્રે 08 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદનાં આંકડા

તારીખ 01 જૂલાઈ 2022: રાજકોટ જીલ્લાના 10 તાલુકામાં રાત્રે 08 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદનાં આંકડા નીચે પ્રમાણે છે.
- ઉપલેટા 6. મી. મી.
- કોટડા સાંગાણી 16
- ગોંડલ. 78
- જેતપુર. 50
- જસદણ. 07
- જામકંડોરણા. 37
- ધોરાજી. 39
- પડધરી. 02
- રાજકોટ સીટી. 40
- લોધીકા. 115
- વિંછીયા. 00
તેમ કલેકટર કચેરીના ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે
રાજકોટમાં વરસાદ, ગોંડલ, જેતપુર, વીરપુર, લોધીકા, જસદણ, ત્રંબાથી વરસાદના સમાચાર
તારીખ 01 જૂન 2022: રાજકોટ શહેરમાં એક ઈંચ વરસાદ વરસતાની સાથે જ પોપટપરાનું નાળુ પાણીથી ભરાઈ ગયું હતું. જ્યારે ગોંડલમાં એકમાં એક કલાકમાં અઢી ઈંચ વરસાદ વરસી જતા ઠેર-ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.ગોંડલની નાની બજારમાં પણ પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગોડંલમાં ભવનાથ સોસાયટી, રાધાકૃષ્ણ સોસાયટી, કૈલાશબાગ સોસાયટી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતી જોવા મળી હતી.
કોલીથડ (Kolithad)
ગોંડલ તાલુકાના કોલીથડમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, વરસાદના કારણે કોલીથડમાં નદી બે કાંઠે વહેતી થઈ હતી. ગામની વચ્ચેથી પસાર થતી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધેલો જોવા મળ્યો હતો.
વીરપુર (Virpur)
જલારામ બાપાના વીરપુરમાં પણ મેઘરાજાની મહેર વરસી હતી. યાત્રાધામ વીરપુરમાં બફારા બાદ બપોરના સમયે વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અષાઢી બીજના દિવસે મેઘરાજના આગમનથી શુકનના વધામણા થયાનો ખેડૂતોમાં હર્ષ જોવા મળ્યો હતો. વીરપુરના રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા જ્યારે તેલહોકરી અને મોટાપુલ તેમજ જેઠાબાપાના મંદિર તરફ જવાના માર્ગો અને નાળા પાણીથી ભરાયા હતા. વીરપુરમાં આશરે અઢી ઈંચ વરસાદ વરસ્યો હોય તેમ માનવામાં આવે છે.
જેતપુર (Jetpur)
જેતપુરમાં પણ સાંજના 4 વાગ્યાથી જ વાદળછાયું વાતાવરણ વરસાદમાં પલટાયું હતું. જ્યારે ધોરાજી અને જામકંડોરણામાં પર સારો વરસાદ પડ્યો હતો. સાંજ બાદ પણ હળવા વરસાદના ઝાપટા આ વિસ્તારમાં ચાલું રહેલા છે. વરસાદને પગલે ખેડૂતોમાં હર્ષની લાગણી પ્રસરી છે. ખેડૂતોને આશા છે કે અષાઢી બીજે વરસાદના વધામણા થતા ચોમાસું સારૂ જશે.
જસદણ (Jasdan)
જસદણ પંથકમાં પણ મેઘરાજાની મહેર જોવા મળી છે. મેઘરાજા સાંજે 5 વાગ્યાથી વરસતા રહ્યાં હોય ખેડૂતોની વાવણીની તૈયારી શરૂ થાય તેમ છે. ખેડૂતો જાણે મેઘરાજા તરફ મીટ માંડીને બેઠા હોય તેમ વરસાદ વરસતા ખુશીથી બાળકો સાથે ન્હાતા જોવા મળ્યા હતા.
લોધિકા (Lodhika)
રાજકોટના લોધીકા અને આસપાસના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. વાવણી બાદ આ વરસાદ ખેડૂતોના પાકમાં નવો પ્રાણ પુરી ગયો હોય તેમ જણાય છે. આગોતરા ખેડૂતોના પાક બળે તે પહેલા ફરી મેઘમહેર થતા હવે ચિંતાતુર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ત્રંબા (Tramba)
રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા, સરધાર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

કડાકા-ભડાકા સાથે રાજકોટમાં આવી પહોંચ્યા છે મેઘરાજા
તારીખ 01 જૂન 2022: આજરોજ અષાઢી બીજના તહેવાર અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પ્રસંગે વરસાદે (varsad) પણ મનમુકની વરસાવનું શરૂ કર્યું છે. રાજ્યના સુરત, નવસારી બાદ રાજકોટમાં પણ મેઘરાજાની સવારી વીજળીના કડાકા-ભડાકા સાથે આવી પહોંચી છે. ત્યારે રાજકોટના લોકમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.
વરસાદની આગોતરી આગાહી (Varsad ni Agahi 2022) મુજબ બપોરે 2:45 વાગ્યા આસાપાસ મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. શરૂઆતમાં ધીમી ધારે વરસતા આગળ જતા મનમુકીને મેઘરાજા વરસ્યા હતા. શહેરના કેટલાય લોકો ખુશ થઈ વરસાદમાં નહાવા માટે નિકળી પડ્યા હતા. ત્યારે શહેરમાં કેટલાક સ્થળો પર રાબેતા મુજબ પાણીનો ભરાવો થવાની સમસ્યા પણ જોવા મળી હતી.

શહેરમાં વરસાદ વરસતા જોતજોતામાં જ શહેરના માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. કેટલાક મુખ્યમાર્ગો પણ પાણીથી ભરાઈ ગયા હતા પરંતુ મોટે ભાગે વરસાદનું પાણી સતત નિકાલ થઈ રહ્યો હોય સામાન્ય કરતા ઓછી તકલીફ જોવા મળી હતી. આ લખાય છે ત્યાં સુધી (3:36) રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો છે.

મેઘરાજાની સવારીને લઈ હવામાન વિભાગની આગાહી, જૂઓ ક્યાં કેવો પડી શકે છે વરસાદ

(અમદાવાદ) આજરોજ તારીખ 27 જૂનના રોજ હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ જ્યારે સુરત, ડાંગ, નવસારી, તાપી અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારના રોજ એટલે કે તારીખ 28 જૂનના રોજ અને બુધવારે એટલે તારીખ 29 જૂનના રોજ વરસાદની તિવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે. પંરતુ ફરી ચોથા-પાંચમાં દિવસથી એટેલે કે ગુરૂવારથી રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ (varsad)?
- વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી
- તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી
- ભાવનગર, અમરેલી, કચ્છમાં વરસાદની આગાહી
- અમદાવાદ, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે
- સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં વરસાદ પડવાની શક્યતા
- રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢમાં પડી શકે છે વરસાદ
- બોટાદ, દ્વારકા,ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા
- સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદ વરસશે
- આણંદ,પંચમહાલ, દાહોદમાં પડી શકે છે વરસાદ
- દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસી શકે વરસાદ
મેઘરાજાની સવારીને લઈ હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે 5 જૂલાઈ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદ વરસી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. હવાના વિભાગે જણાવ્યા અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે અને જો તેમ થાય તો લોકોને બફારાથી છુટકારો મળે તેમ જણાય છે. સાથે જ અમદાવાદ ભગવાન જગન્નાથજી રથયાત્રાનું ભવ્ય આયોજનમાં પણ મેઘરાજા હાજરી પૂરાવે તેવી શક્યતાઓ છે.
વરસાદની ઋતુમાં સાગરખેડૂને પણ દરીયામાં જવા પર જોખમ સર્જાતા હોય છે. જેના કારણે ભારે વરસાદની આગાહી જોતા જાફરાબાદ બંદર પર સિગ્નલ નંબર 3 લાગુ કરવામાં આવ્યું છે. માટે જાફરાબાદ અને ચાંચબંદરના સાગરખેડૂ પણ સલામત સ્થળે બોટ ખસેડે તેવી તંત્રએ સૂચના આપી છે.
Gujarat Rain News 2022 રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ
રાજ્યમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 108 તાલુકામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધારે વરસાદ ઉંમરપાડામાં 2.5 ઈંચ અને ત્યાર બાદ ધરમપુર, જાંબુઘોડા, સોનગઢ, ચીખલીમાં 2 ઈંચ તેમજ ધોળકા, વઘઈ, ગોધરા અને ફતેપુરામાં 1.5 ઈંચ તેમજ કુતિયાણા, આણંદ, વિરમગામમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
વિરમગામ, કઠલાલ અને ગળતેશ્વરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. સાથે જ અમદાવાદ, રાજકોટ સહિતના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના શહેરમાં પણ ભારે પવન સાથ વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે વરસાદ અને ભારે પવનને કારણે રાજકોટ અને અમદાવાદ શહેર વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાના પણ અહેવાલો સતત સામે આવ્યા હતા.
વધુ વાંચો- Kia Sonet X Line SUV ભારતમાં લોન્ચ કરવાની યોજના
વધુ વાંચો- Reduce Cholesterol Naturally: આ 5 વસ્તુ ખાવાથી કોલેસ્ટ્રોલ લોહીમાંથી દુર થશે.