Homeરાજકારણઆ મુદ્દે ગુજરાત વિરોધી AAP હેશટેગથી ટ્વિટર પર વૉર કેમ ચાલી રહી...

આ મુદ્દે ગુજરાત વિરોધી AAP હેશટેગથી ટ્વિટર પર વૉર કેમ ચાલી રહી છે

-

Gujarat Politics : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકારણ ગરમ થતું જાય છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) મુખ્ય રીતે ચૂંટણી લડવા જઈ રહી છે. ત્યારે ત્રીપાંખીયા જંગમાં ભાજપ અને આમ આદમી પાર્ટીને મુખ્ય પ્રતિદ્વંદી માનમાં આવી રહ્યાં છે. એવામાં ભાજપે આમ આદમી પાર્ટી વિરૂધ્ધ મોરચો ખોલતા #ગુજરાત_વિરોધી_AAP ના હેશટેગ સાથે ટ્વિટર પર ઝંપલાવ્યું છે.

સોશિયલ મીડિયા વૉરમાં (Social Media War) ટ્વિટર પર #ગુજરાત_વિરોધી_AAP ના હેશટેગને હથિયાર બનાવી હાલ ભાજપ AAP પર પ્રહાર કરી રહ્યું છે. જેમાં ભાજપે ફરી એક વખત નર્મદા આંદોલન અને સામાજિક કાર્યકર્તા મેધા પાટકરને યાદ કર્યા છે. તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મેધા પાટકર (Medha Patkar) તરફનું નિવેદન આપ્યું હતું.

જેમાં તેઓએ કહ્યું હતું કે, કેટલાક લોકોએ ગુજરાત અને કચ્છમાં નર્મદા યોજનાનો વિરોધ કર્યો હતો. ગુજરાતને વિકાસથી વંચિત રાખવાના આવા અર્બન નકસલવાદીઓના મનસૂબા રાજ્યના લોકોએ ફાવવા દીધા નથી કે ફાવવા દેશે પણ નહીં.

CR પાટીલનું ટ્વિટ

આ મામલે હવે રાજ્યમાં ભાજપના મંત્રીઓ, નેતા અને પદાધીકારીઓ તેમજ IT સેલ રીત સરની તુટી પડી હોય તેમ હેશટેગ #ગુજરાત_વિરોધી_AAP સાથે ટ્વિટર પર પોસ્ટ કરી રહ્યાં છે. સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પણ સોશિયલ મીડિયા પર વહેતું થયું છે. ત્યારે સમજી શકાય છે કે ભાજપે હવે આ મુદ્દે AAP ને ઘેરવાનું શરૂ કર્યું છે.

પુર્ણેશ મોદીનું ટ્વિટ

MP રંજન ભટ્ટનું ટ્વિટ

Gujarat Vidhansabha lection 2022

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...