Homeરાજકારણરાજકારણ: 1 લી મે ના રોજ થશે AAP-BTP નું ગઠબંધન, વિધાનસભા ચૂંટણી...

રાજકારણ: 1 લી મે ના રોજ થશે AAP-BTP નું ગઠબંધન, વિધાનસભા ચૂંટણી 2022 લડશે સાથે

-

રાજકારણના સમાચાર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી એકદમ નજીક હોવાના એંધાણ મળી રહ્યાં છે. ત્યારે રાજકીય પાર્ટીઓ એ પણ રાજકારણની ગતિવિધિને ગતિમાન કરી દિધી છે. રાજકીય પક્ષો પોતાના પક્ષમાં નેતાઓને અને વિવિધ સમાજના આગેવાનોને ખેંચવા પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પણ નાના સ્થાનિક પક્ષને પોતાના તરફ ખેંચવા પ્રયાસ કરી રહ્યાં હોય તેમ જણાય છે. દરમિયાન આજરોજ આમ આદમી પાર્ટી AAP દ્વારા ભારતીય ટ્રાયબલ પાર્ટીના BTP સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે.

આજરોજ ભારતીય ટ્રાયબલ પાર્ટી BTP ના ધારાસભ્ય મહેશ વસાવા અમદાવાદ ખાતે ‘આપ (AAP)’ ના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યારે ગુજરાત આપ ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પત્રકાર પરિષદનું આયોજન થયું હતું. જેમાં ઈટાલીયા અને મહેશ વસાવા એ AAP અને BTP ના આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બંને પક્ષ ગઠબંધથી લડશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે આપ ના સુપ્રિમો દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથે દિલ્હી ખાતે તાજેતરમા જ છોટુ વસાવાની મુલાકાતમાં આ રૂપરેખા ઘડાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

Gujarat News: 1 લી મે ના રોજ થશે AAP-BTP નું ગઠબંધન – વિધાનસભા ચૂંટણી 2022 લડશે સાથે

પત્રકાર પરિષદમાં ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારમાં જે કોઈ પણ આવ્યા તેઓ આદિવાસીઓના પ્રશ્નોના નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. અગાઉની સરકારો આદિવાસી સમાજના પાયાના પ્રશ્નો શિક્ષણ, રોજગાર અને જળ-જમીન-જંગલના મુદ્દે આદિવાસી લાચર બન્યો છે. આવા પ્રશ્નોના નિરાકરણ માટે અમે BTP સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

સાથે જ ગઠબંધન મામલે BTP ના મહેશ વસાવા એ જણાવ્યું હતું કે, AAP ની વિચારધારા અમારી વિચારધારા સાથે મળતી આવે છે. દિલ્હી આપ સરકારનું કામ પણ અમે જોયું છે. તેઓ એ પાણી, શિક્ષણ અને રોજગાર ક્ષેત્રે ઉત્તમ કામ કર્યુ છે. ગુજરાતની વર્તમાન સરકાર શાળાઓ બંધ કરી રહી છે તેમજ આદિવાસી સમાજને નુકશાન પણ કર્યુ છે. કોંગ્રેસ હાલ લોકશાહી બચાવવા આંદોલન કરે છે પણ તેમણે પણ આદિવાસીઓને તેમની સરકાર દરમિયાન નુકશાન જ કર્યુ છે. 1લી મેના રોજ AAP અને BTP એક થશે. ગુજરાતનાં સ્થાપના દિવસે અમે ગુજરાતને નવું ગુજરાત મોડલ આપીશું.

Must Read