Homeરાજકારણઅમે હાર્દિકને બોલાવી ખુલાસો લઈશું, હાર્દિકના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ખફા

અમે હાર્દિકને બોલાવી ખુલાસો લઈશું, હાર્દિકના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ખફા

-

Ahmedabad News Gujarati : લેઉઆ પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકારણમાં આવશે કે કેમ તે અંગે અસમંજસ યથાવત છે. તેમના રાજકારણ પ્રવેશ અંગે 20 એપ્રિલના રોજ તેઓ જાહેરાત કરશે. સર્વેને આધારે તેઓ આ નિર્ણય લેશે તેવું તેમણે અગાઉ જણાવ્યું છે. મહત્વનું છે કે તેઓ આપ AAP , કોંગ્રેસ અને ભાજપ તમામ સાથે બેઠકો કરી માહોલ બનાવી રહ્યાં છે. ત્યારે તેમના રાજકીય Politics પ્રવેશ મામલે હાર્દિક પટેલે ટિપ્પણી કરતા મામલો ગરમાયો છે. હાર્દિક પટેલની ટિપ્પણીને પગલે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર નારાજ હોવાનું સામે આવ્યું છે.

Gujarat Politics News/ હાર્દિકને બોલાવી ખુલાસો લઈશું હાર્દિકના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ ખફા

ગુજરાત કોંગ્રેસ Congress ના અધ્યક્ષ જગદીશ ઠાકોરે હાર્દિક પટેલે નરેશ પટેલ મામલે આપેલા નિવેદન મામલે  પ્રતિક્રીયા આપી છે. જગદિશ ઠાકોરે આ મામલે હાર્દિક પટેલ પાસે ખુલાસો લેવામાં આવશે તેમ જણાવ્યું છે. તેમણે કહ્યું કે આ મામલે હાર્દિકને બોલાવી નિવેદન અંગે પુછવામાં આવશે. સાથે જ તેમણે નરેશ પટેલ મામલે કહ્યું કે નરેશ પટેલ જેવા સારા વ્યક્તિનું કોંગ્રેસ પક્ષ સ્વાગત કરે છે. નરેશ પટેલ Naresh Patel રાજકારણમાં આવવાનો નિર્ણય સમાજના કહેવા મુજબ લેશે, માટે જ્યાં સુધી નરેશ પટેલ નિર્ણય ન કરે ત્યાં સુધી કોંગ્રેસ આ મામલે ખુલાસો કરી શકે નહીં. આ વિચાર હાર્દિકનો પોતાનો હોય શકે પણ નિર્ણય ક્યારે લેવો તે નરેશભાઈ ખુદ જ નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ હાર્દિક પટેલને સુપ્રીકોર્ટે સજા પર સ્ટે આપતા તેમને ચૂંટણી લડવાના દરવાજા ખુલી ગયા છે. ત્યારે તેમને એક મીડિયાને કહ્યું પણ છે કે તેઓ 2022 અને 2024 બંને ચૂંટણી લડશે. પરંતુ તેમણે ક્યાંથી ચૂંટણી લડશે તે મામલે ફોડ પાડ્યો નથી.

આ તમામ બાબતો વચ્ચે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલએ લેઉઆ પટેલ આગેવાન નરેશ પટેલના રાજકીય પ્રવેશ મામલે ટિપ્પણી કરતા કોંગ્રેસ પ્રમુખ નારાજ જણાય છે. હાર્દિક પટેલએ નરેશ પટેલના રાજકીય પ્રવેશના વિલંબને લઈ સવાલ ઉઠાવવા સાથે કોંગ્રેસ હાઈકમાન્ડને વહેલી તકે નિર્ણય કરવા કહ્યું છે.

પોતાનું જ ઉદાહરણ આપતા હાર્દિક પટેલે કહ્યું હતું કે, વર્ષ 2017માં મારો ક્ષમતા પ્રમાણે ઉપયોગ થયો નથી. પાટીદાર આંદોલનને લીધે કોંગ્રેસને ફાયદો થયો હતો, કોંગ્રેસે મારી ક્ષમતા પ્રમાણેનો ઉપયોગ કર્યો ન હતો. કોંગ્રેસના લોકો માને છે કે અમારો ઉપયોગ ન થયો. હું માનું છું કે અમારો ઉપયોગ થવો જોઈતો હતો. લોકસભાઅને તાલુકા-જિલ્લાની ચૂંટણીમાં પણ અમારો ઉપયોગ ન થયો. નરેશ પટેલ પાર્ટીમાં આવે તો તેનો સારી રીતે ઉપયોગ થાય, મારા જેવું તેમની સાથે ન થવું જોઈએ. સાથે જ નરેશ પટેલ મામલે વિલંબને કારણે નરેશ પટેલની છબીને નુકશાન થવાની ભિતી પણ હાર્દિકે વ્યક્ત કરી હતી.

Latest Viral Video’s On Social Media:

વીડિયો/ શિક્ષકના જન્મદિવસમાં એવું થયું કે વિદ્યાર્થીની ધોલાઈ થઈ ગઈ

હાસ્યાસ્પદ વિડીયો- સગાઈમાં બીજી યુવતી સાથે વાતમાં મગ્ન વરરાજાને લાઈન પર લાવી દિધો પત્નીએ

અસલી ‘બાહુબલી’ આ રહ્યો ! સોશિયલ મીડિયા પર આવું કરી બની ગયો ‘બાહુબલી’

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...