37 C
Ahmedabad

રાજકારણ/હાર્દિકના પક્ષ પલટાની ચર્ચા જોરમાં, ઈટાલીયાએ AAPમાં જોડાવા આપ્યુ નોતરું

Published:

Gujarat Politics News 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 નજીક આવતી જાય છે ત્યારે રાજકારણમાં પણ ઉથલ-પાથલ જોવા મળી રહી છે. કોંગ્રેસના નેતાઓને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ BJP પોતાના પક્ષમાં ખેંચી તરફેણમાં પરીણામ લેવા તલપાપડ છે. નેતાઓ પણ અંગત લાભ અને રાજકીય જશ ખાટવા માટે પક્ષ પલટા કરી રહ્યાં છે. દરમિયાન ફરી એક વખત પાટીદાર નેતા કોંગ્રેસ છોડે તેવી સંભાવનાઓ સર્જી રહ્યાં છે. હાર્દિક પટેલના ટ્વિટ અને કોંગ્રેસ તરફ બળવાનો ઈશારો કરે તેવા નિવેનદ બાદ આ ચર્ચાએ જોર પકડ્યું છે.

પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડે તેવી ચર્ચાએ જોર પકડતા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ સૂચક નિવેદન આપ્યું છે. ગોપાલે કહ્યું કે, હાર્દિક આપ AAP માં જોડાય તેવી અમારી લાગણી છે, અમે પાર્ટીમાં જોડાવા માટે તેમને આમંત્રણ આપીએ છીએ. બીજી તરફ હાર્દિક ભાજપમાં જોડાય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. હાર્દિક દ્વારા સ્પષ્ટ રીતે કોંગ્રેસ પક્ષ છોડવો કે અન્ય કયા પક્ષમાં જવું તે મામલે નિવેદન આપવામાં નથી આવ્યું. પરંતુ તેમના કોંગ્રેસ Congress વિરૂધ્ધના નિવેદનોને કારણે તેમના પક્ષ પલ્ટાની વાતને જોર મળી રહ્યું હોય તેમ જણાય છે.

Gujarat Politics 2022 /હાર્દિક પટેલના પક્ષ પલટાની ચર્ચા જોરમાં

ગત બે દિવસથી હાર્દિકના નિવેદનો અને તેમની સામે કોંગ્રેસ પક્ષના દિગ્ગજોના સ્પષ્ટ નિવેદનો આવી રહ્યાં છે. જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી તેમજ અધ્યક્ષના કડક નિવેદનો પણ સામેલ છે. ત્યારે હાર્દિકે વરરાજાની નસબંધી વાળુ નિવેદન બળતામાં ઘી હોમી ગયું છે. હાર્દિક પટેલ આ તમામ નિવેદનો મારફતે કોંગ્રેસ પર દબાણ સર્જી કામ પાડવા ઈચ્છે છે કે પક્ષ છોડી બીજા પક્ષમાં જશે તે તો આવનારો સમય જ કહેશે.

વધુ ગુજરાતી સમાચાર વાંચો:

વિનાશક પૂર/ ભયંકર વરસાદને કારણે પૂરમાં 300 લોકોના મૃત્યુ, મકાન અને વાહન તબાહ

હાર્દિક પટેલના આ ટ્વિટ બાદ રાજકીય અટકળો શરૂ, બગાવતની શરૂઆત કે શું ?

Related articles

Recent articles