Homeરાજકારણહાર્દિક પટેલના આ ટ્વિટ બાદ રાજકીય અટકળો શરૂ, બગાવતની શરૂઆત કે શું...

હાર્દિક પટેલના આ ટ્વિટ બાદ રાજકીય અટકળો શરૂ, બગાવતની શરૂઆત કે શું ?

-

Gujarat Politics News : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હવે ગમે ત્યારે થાય તેવી શક્યાતાઓ છે. ત્યારે આમ આદમી પાર્ટી AAP અને ભાજપ કામે લાગી ગયા છે પણ, કોંગ્રેસ ઘર કંકાસમાં પડ્યો છે તેમ જણાય છે. કોંગ્રેસના હાર્દિક પટેલએ નરેશ પટેલ મામલે ટિપ્પણી કરી હાઈકમાન્ડ પર દબાણ સર્જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેના નિવેદને આંતરિક વિવાદ ટ્રીગર કર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ, પ્રભારી અને વરિષ્ઠ નેતાઓ હાર્દિકથી નારાજ જણાય છે. ત્યારે તેના ટ્વિટર પર થતા ટ્વિટ કોંગ્રેસના ઘર કંકાસ તરફ ઈશારો કરે છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા અને કોંગ્રેસ Congress ના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના નરેશ પટેલ મુદ્દે નિવેદને વાવાઝોડું સર્જી દિધુ છે. છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ પક્ષ પલટો કરે તેવી સંભાવનાઓ વ્યક્ત થતી રહી છે. ત્યાં નરેશ પટેલનું નિવેદન તેમને વિવાદમાં લાવ્યું હતું. જે બાદ હાર્દિક પટેલે ટ્વિટર Twitter પર ટ્વિટ કરતા રાજકીય ઉથલ પાથલ થવાની સંભાવનાને નોતરૂ આપી દિધું છે.

Gujarat Election 2022/ હાર્દિક પટેલના આ ટ્વિટ બાદ અટકળો શરૂ બગાવતની શરૂઆત કે શું ?

હાર્દિક પટેલે ટ્વિટર પર ટ્વિટ કરી લખ્યું છે કે, સત્ય બોલવું જોઈએ કેમકે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા આપણી પાસે આશા રાખે છે જો આપણ તેના પર ખરા ન ઉતરી શકીએ તો નેતાગીરીનો મતલબ શું ! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરતો રહીશ. પદના નહીં પણ કામના ભૂખ્યા છીએ.

આ ઘટના ક્રમ દરમિયાન એક ન્યુઝ વેબસાઈટના અહેવાલ પરથી માહિતી મળે છે કે, હાર્દિકે PTI ન્યુઝ એજન્સીને નિવેદન આપ્યું છે કે, પક્ષમાં મને ખુબ પરેશાન કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે છે કે હું પક્ષ છોડી દઉં, મે રાહુલ ગાંધીને પણ ઘણી વખત સ્થિતીથી વાકેફ કર્યા છે. પરંતુ ફરિયાદ છતાં કોઈ પગલા નહીં લેવાતા હું દુઃખી છું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના વરિષ્ઠ પત્રકારના અહેવાલમાં જણાવ્યા મુજબ, નરેશ પટેલ મામલે હાર્દિક પટેલ દ્વારા અપાયેલું નિવેદન કોંગ્રેસ પર દબાણ સર્જવા અપાયેલું હોય શકે છે. તેમજ નરેશ પટેલ કોંગ્રેસ સાથે મુખ્યમંત્રીના ચહેરા તરીકે નામ જાહેર કરાવની વાટાઘાટો ચલાવી રહ્યાં છે. પરંતુ રાજકીય નિષ્ણાંતોના મતે કોંગ્રેસ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે તેવી શક્યતા નહિવત જેવી છે.

Read More Politics News in Gujarati:

યાદ રાખો પાર્ટીથી મોટું કોઈ નથી, હાર્દિકના નિવેદન બાદ રઘુ શર્મા: કોંગ્રેસમાં ઘમાસાણ

મોટા સમાચાર/ ઈન્દ્રનીલ સાથે બે કોર્પોરેટર AAP માં જતા RMC માં કોંગ્રેસ સફાયા તરફ

અમે હાર્દિકને બોલાવી ખુલાસો લઈશું, હાર્દિકના નિવેદનથી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ખફા

Must Read