Gujarat Politics 2022 : વિધાનસભા ચૂંટણી પહેલા ગોંડલમાં રાજકારણ ગરમાયું છે. આ બેઠક પર ચૂંટણી લડવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા જુથ વચ્ચે શાબ્દિક યુધ્ધ શરૂ થયું છે. ત્યારે બંને પક્ષે પોતાના બાળકોને ટિકીટ માટે પ્રયાસ કરતા જણાય છે. એવામાં આજરોજ સાંજના સમયે અનિરૂધ્ધસિંહ જૂથના ગણાતા જયંતી ઢોલ સાંજના સમયે પત્રકાર પરિષદ યોજી જયરાજસિંહ જૂથને વળતો જવાબ આપશે તેવી માહિતી મળી રહી છે.
મહત્વની વાત છે કે, આજરોજ પત્રકાર પરિષદ બાદ જાહેર થશે કે રીબડાના અનિરૂધ્ધસિંહ જૂથની ચૂંટણી માટે કેવી ફોર્મ્યુલા રહેશે. બીજી તરફ ગોંડલ બેઠક પરથી ચૂંટણી લડવા માટે બંને પક્ષ એકબીજા પર આડકતરી રીતે શાબ્દિક પ્રહારો કરતા જોવા મળ્યા છે.
વધુ વાંચો- રાજકોટમાં 500 રૂપિયા નહીં આપતા મિત્રએ જ મિત્રને ઝીંક્યા છરીના ઘા ઝીંક્યા
મળતી માહિતી મુજબ, અનિરૂધ્ધસિંહ જૂથે હાઈકમાન્ડને એવી ફોર્મ્યુલા આપી છે કે, સહદેવસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અથવા લેઉઆ પાટીદારમાંથી કોઈને ટિકીટ આપવામાં આવે. ટુંકમાં કહીએ તો આ ફોર્મ્યુલા મુજબ જયરાજસિંહ જૂથને ટિકીટ આપવાની વાતને સમર્થન નથી મળતું.