Homeરાજકારણશિક્ષણમાં સતત ફી વધારા મુદ્દે કોંગ્રેસ તો કંઈ ન કરી શકી પણ...

શિક્ષણમાં સતત ફી વધારા મુદ્દે કોંગ્રેસ તો કંઈ ન કરી શકી પણ AAP આકરા પાણીએ આવ્યું

-

અમદાવાદ Ahmedabad : રાજ્યમાં વર્ષોથી ફી વધારાનો મુદ્દો વાલીઓ માટે મહત્વનો રહ્યો છે. પરંતુ સત્તા કે વિરોધ પક્ષે ક્યારેય કંઈ ઉકાળી વાલીઓને આપ્યું નથી. આ વાત આમ આદમી પાર્ટી AAP ગુજરાત બરોબર રીતે સમજી ગઈ હોય તેમ જણાય છે. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા Gopal Italiya દ્વારા પત્રકાર પરિષદ યોજી શિક્ષણના વેપાર Education Business મામલે પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમણે ભાજપના નેતાઓ એ શિક્ષણને વેપાર બનાવી દિધો છે તેવા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે કોંગ્રેસને પણ આડે હાથ લેતા કહ્યું કે, ભાજપ-કોંગ્રેસના નેતાઓની સ્કૂલો બને એના માટે સરકારી સ્કૂલો ખાડે ગઈ છે. ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. બેફામ ફી લઈ વાલીઓને લૂંટવામાં આવે છે.

ગોપાલ ઈટાલીયા એ વધુમાં જણાવ્યું કે, દિલ્હીની Delhi અને પંજાબની Punjab ખાનગી શાળાઓની ફી વધારવા પર પ્રતિબંધ છે. છેલ્લા 7 વર્ષથી દિલ્હીની ખાનગી શાળાઓની ફીમાં વધારો નથી થયો. અને પંજાબમાં પણ સરકાર બનતાની સાથે જ આ રીતે પ્રતિબંધ મુકી દેવાયો છે. સરકાર પર નિશાન તાકતા ઈટાલીયાએ કહ્યું કે જો સરકાર ઈચ્છે તો વાલીઓને લૂંટાતા બચાવી શકાય છે. માટે ગુજરાતની જનતા વતી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ CM Bhupendra Patel ને પત્ર લખી કેટલીક માગણીઓ કરવામાં આવી છે.

Gujarat Politics- શિક્ષણમાં સતત ફી વધારા મુદ્દે AAP આકરા પાણીએ આવ્યું

ઈટાલીયાએ સરકારને ચેતવણીના સ્વરે કહ્યું કે જો આ માગણીઓ પૂર્ણ કરવામાં નહીં આવે તો , રાજ્યભરમાં લોહશાહી ઢબે શાંતિપૂર્વક કાર્યક્રમો નક્કી કરી રાખ્યા છે એ કરવામાં આવશે.

‘નામ બદલવાથી વિકાસ ન થાય’

આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ હાર્દિક પટેલ અને સ્થળોનાં નામ બદલવા મુદ્દે કહ્યું હતું કે ‘જે ભાજપવાળા હાર્દિકને ગાળો આપતા હતા તેને હવે આમંત્રણ આપે છે. તમે ભાજપને પૂછો. નામ બદલવાની રાજનીતિ ભાજપને કોઠે પડી ગઈ છે. નામ બદલવાથી વિકાસ ન થાય. માલધારી સમાજની માગણીઓ વાજબી છે અને પહેલા જ દિવસથી આમ આદમી પાર્ટી માલધારી સમાજ સાથે જ છે.’

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....