Homeરાજકારણકોંગ્રેસ ધોવાણ તરફ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું ! વાઘેલા હવે કોની કેડી...

કોંગ્રેસ ધોવાણ તરફ યુથ કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું ! વાઘેલા હવે કોની કેડી પકડશે ?

-

Gujarat Politics News : ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાંકણે આવી ઉભી છે ત્યારે કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યાં છે. તાજેતરમાં જ કોંગ્રેસના જયરાજસિંહ અને બાદમાં બે પીઢ નેતાઓ અને હવે યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા (Vishvnathsinh Vaghela)એ રાજીનામુ આપ્યું છે.

ગુજરાત કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ NSUI થી ગુજરાત યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ (Youth Congress President) સુધી રાજકીય સફળ ખેડનારા વિશ્વનાથસિંહ વાઘેલાએ આજરોજ 4 સપ્ટેમ્બરે રાજીનામુ ધરી દીધું છે. વાઘેલાએ પ્રમુખ પદ સાથે જ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામુ આપી દેતા કોંગ્રેસનું વધુ એક પત્તુ ખરી ગયું હોય તેવી સ્થિતી સર્જાય છે.

વાઘેલાએ 7 પાનાના રાજીનામા પત્રમાં પક્ષના આંતરીક કલેહ અને નેતાઓની જો હુકમી તરફ આક્ષેપો કર્યા છે. પત્રમાં વાઘેલાએ જણાવ્યું છે કે, કોંગ્રેસમાં જોડાઈને જવાનીના 18 વર્ષ વેડફી નાખ્યા છે, આજે મારી જાતને મન કર્મ વચનથી કોંગ્રેસ મુક્ત કરું છું, સંઘર્ષ કરીને યોગ્ય જગ્યા પર પહોંચ્યો તો આંતરિક જુથવાદને કારણે પક્ષમાં દુશ્મનો પેદા થાય છે.

વધુ વાંચો- ગીર સોમનાથમાં નિર્દયી રીતે ફેંકાયેલા ફુલ જેવા બાળકની જીવવાની જીદ સામે યમરાજે પણ હથીયાર મુક્યા હેઠા

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલા રાજીનામા બાદથી જ વિશ્વનાથસિંહ પર આંતરીક વિરોધીઓએ દબાણ સર્જવાનું શરૂ કર્યું હતું. જ્યારે બીજી તરફ આંતરીક વિરોધીઓએ વિશ્વનાથસિંહને પરાસ્ત કરવા માટે ઘણા પ્રયાસો કર્યા હોવાનું સુત્રો જણાવે છે.

વાઘેલાએ પક્ષ પર પૈસા લેઈ વેચાતા હોદ્દા આપવાના આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસે ભારતને જોડવાનું કામ કર્યું છે?, દેશની જનતાએ સુકાન સંભાળવા ખુબ તક આપી પણ કોંગ્રેસ નિષ્ફળ રહી. પક્ષને કરોડો રૂપિયા આપ્યા ત્યારે બધા પદો વેચાતા આપ્યા છે. યુવાનો માટે સારૂ કામ કરવા જઈ ત્યારે પક્ષના આગેવાનો કાર્યક્રમને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથસિંહ વાઘેલા ભાજપ કે આમ આદમી પાર્ટીમાં જોડાશે કે કેમ તે અંગે હજૂ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે, વાઘેલાને હાર્દિકના નક્શે કદમ પર ચાલી ભાજપની રાહમાં જવું વધારે સરળ હોય તેઓ હાર્દિકની જેમ ભાજપના આશરે જઈ શકે છે. આ વાતમાં કેટલું સત્ય એ તો હવે આગામી સમય જ કહી શકે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...