Homeગુજરાતમોબાઈલ કે વાહન ચોરીની ફરિયાદ કરી શકાશે ઓનલાઈન, જાણો કેવી રીતે

મોબાઈલ કે વાહન ચોરીની ફરિયાદ કરી શકાશે ઓનલાઈન, જાણો કેવી રીતે

-

Online Fir Citizen Portal અમદાવાદ : વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરી થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં નાગરિકોને કેટલી મુશ્કેલી પડતી એ વાતથી સૌ કોઈ વાકેફ છે. આવી ફરિયાદો કરવામાં થતી તકલિફોને કારણે ચોરીના કેસની સંખ્યા પણ ઓછા પ્રમાણમાં નોંધાતી હતી અથવા નોંધાવવામાં આવતી હતી. આ તમામ બાબતોને ધ્યાને લઈ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો [NCRB]એ ઓનલાઈન એફઆઈઆર સિસ્ટમ Online FIR ની ભલામણ કેન્દ્રને કરી હતી. જે બાદ કેન્દ્ર દ્વારા આ નવી પધ્ધિત પર કામ શરૂ કરવા દરેક રાજ્યોને જાણ કરવામાં આવી છે. જેના અંતર્ગત હવે નાગરિકો પોતાના વાહન ચોરી કે મોબાઈલ ફોન ચોરીની ફરિયાદ ઓનલાઈન કરી શકે તેવી સુવિધા મળવા જઈ રહી છે.

વાહન કે મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈ કર્યાના 48 કલાકમાં તપાસ અધિકારી ફરિયાદીનો સંપર્ક કરી તપાસ આગળ ધપાવશે. ઉલ્લેખનીય છે કે વાહન કે મોબાઈલ ચોરીનો આરોપી અજાણ્યો હોય તો ઓનલાઈન એફઆઈઆર કરી શકાશે.

કેવી રીતે થશે ઓનલાઈન એફ.આઈ.આર. [Online FIR] ?

ફરિયાદી બનાવ બન્યાની નિયત સમય મર્યાદામાં ઓનલાઈન એફઆઈઆર કરી શકે છે. જેના માટે સરકારી સીટીઝન પોર્ટલ [CitiZen Portal] પર અથવા તો સીટીઝન ફર્સ્ટ એપ્લિકેશન [Citizen First App]નો ઉપયોગ કરવાનો રહેશે. આ પોર્ટલ કે એપ્લિકેશન પરથી ઓનલાઈ ફરીયાદ દાખલ કરી શકાશે. ઓનલાઈન એફઆઈઆ કરવામાં આવ્યા બાદ જે પોલીસ સ્ટેશન વિસ્તારનું નામ લખેલું હોય તે પોલીસ સ્ટેશનને આ ફરિયાદ ફોરવર્ડ કરી દેવામાં આવશે. સાથે જ જો પોલીસ સ્ટેશનના નામનો ઉલ્લેખ નહીં થયો હોય તો તેવા કિસ્સામાં ફરિયાદ સીધા જ પોલીસ કમિશનર કચેરીને અથવા તો પોલીસ અધિક્ષક કચેરીને ફોરવર્ડ કરી દેવામાં આવશે. બાદમાં ત્યાંથી તેઓ દ્વારા સંલગ્ન પોલીસ સ્ટેશનને તપાસ માટે મોકલી દેવામાં આવશે.

કેવી રીતે થશે ઓનલાઈન એફ.આઈ.આર. ? – Gujarat Police Online FIR citizen portal

ગૃહ વિભાગ દ્વારા દરેક કર્મચારીથી લઈને અધિકારીઓએ સુધી ઈ-એફઆઇઆર [E-FIR] અંગેની જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે. કમિશનર, ડીસીપી, એસીપી તમામને ઈ-એફઆઇઆર અંગે મોનિટરિંગ [E-FIR Monitoring]કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે પણ ઓનલાઈન ફરિયાદ [Online Complaint] કરવામાં આવશે ત્યારે જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીને તપાસ સોંપવામાં આવશે જેની જાણ ફરિયાદીને પણ કરવામાં આવશે. ફરિયાદ થયાના 48 કલાકમાં તપાસ અધિકારી પ્રાથમિક તપાસનો અહેવાલ જમા કરાવવાનો રહેશે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...