Homeગુજરાતરાજ્યમાં નશીલા પદાર્થોના નેટવર્કનો પર્દાફાશ, પોલીસની મોટી સફળતા

રાજ્યમાં નશીલા પદાર્થોના નેટવર્કનો પર્દાફાશ, પોલીસની મોટી સફળતા

-

ગુજરાતમાં નશીલા પદાર્થો પર તવાઈ ચાલી રહી છે. જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતાઓ મળી રહી છે. ગુજરાત પોલીસે રાજ્યમાં નશાનો કારોબાર આગળ વધતા અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે. કડક કાર્યવાહી કરી પોલીસે ગાંધીનગરમાં છેલ્લા 6 મહિનામાં 1 અબજ કરતા વધારે નશીલા પદાર્થોને ઝડપી પાડ્યાના અહેવાલ છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસે છેલ્લા 6 મહિનામાં જ એક અબજ રૂપિયા કરતા વધારેનો નશીલા દ્વવ્યોને ઝડપી પાડ્યા છે. નશીલા દ્વવ્યોની હેરાફેરી કરવાના આરોપ સબબ પોલીસે 251 કરતા વધારે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓ ચરસ, ગાંજો, અફિણ, હેરોઈન અને સિન્થેટિક ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. એક અહેવાલ પરથી માહિતી મળી રહી છે કે રાજ્યમાં છેલ્લા અઢી વર્ષમાં બનાસકાંઠામાંથી સૌથી વધારે નશીલા પદાર્થો ઝડપાયા છે.

Must Read