Homeગુજરાતકૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે...

કૃષ્ણ પ્રેમી આહિર સંજય અને કરશન ભાદરકાનો વિરોધ, પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

-

ગુજરાત Gujarat : માધવપુર ઘેડ ખાતે પૌરાણિક મેળામાં હાજરી આપતા ભાજપ BJP ના ગુજરાત પ્રમુખ સી.આર. પાટીલે વકત્વ્ય આપ્યું હતું. રવિવારના રોજ આપેલા તેમને વકતવ્યમાં તેઓ એ ભગવાન કૃષ્ણ Lord Krishna અને સુભદ્રાના લગ્નની વાત કરી હતી. ખરેખર સુભદ્રા ભગવાન કૃષ્ણના બહેન છે તે વાતની તેમને સ્ટેજ પર જ કાનમાં જાણ કરી દેવાતા તેમને પોતાની ભૂલ સુધારી હતી. પરંતુ આ મામલે હવે કૃષ્ણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

દેશમાં ધર્મના નામે રાજકારણ સામાન્ય બાબત બની રહી છે. ત્યારે ધર્મના નામે રાજકારણ કરતા નેતાઓની ધર્મ અજ્ઞાનતા સામે આવતી રહે છે. ધર્મ અજ્ઞાનતા સાથેના નેતાની યાદીમાં હવે ગુજરાતના ભાજપ પ્રમુખ પાટીલ C.R. Patil પણ હવે સામેલ થયા છે. માધવપુર ઘેડનો વિખ્યાત પૌરાણિક મેળો ઉજવવા હજારોની મેદની એકઠી થાય છે. ત્યાં હજારો લોકોની હાજરીમાં પાટીલે ભાષણ આપવામાં ધર્મ ગ્રંથ મહાભારને ટાંકીને ભગવાન કૃષ્ણ અને બહેન સબંધની ભૂલ કરી હતી. જેના કારણે રાજ્યમાં વિવિધ સ્થળો પરથી વિરોધના શૂર ઉઠવા પામ્યા છે.

Gujarat News/ BJP ના પાટીલ ધર્મ અજ્ઞાનતાના કારણે વિવાદમાં

બંધુઓ

#જ્યાં_પણ_સભા_થાય_ચપ્પલ_થી_સ્વાગત_કરો

માધવપુરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલના વાણી-વિલાસ બાબત.

સી આર પાટિલે પોતાની બુધ્ધિનું પ્રદર્શન કર્યું છે અને ભાઈ બહેન ના સબંધ નું અપમાન કર્યું છે તેનાથી લાખો સનાતનીઓ અને આહીર સમાજ ના યુવાનોની લાગણી દુભાણી છે

સનાતન ધર્મના ઠેકેદારો બનીને બેઠેલા ભાજપ નેતાઓ સનાતન ધર્મ પર કોઈ જ્ઞાન વગરની વાહિયાત વાતો કરી રહ્યા છે…

શ્રી કૃષ્ણજી અને સુભદ્રાજીનાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને પતિ-પત્ની બતાવીને એનું લાખો લોકોની અને સાધુ-સંતોની હાજરીમાં બે ફામ અને વાહિયાત અર્થઘટન કરી રહ્યા છે અને પરમાત્મા ની હસી ઉડાવી રહ્યા છે…

ત્યાં બેઠેલા લોકો સી.આર પાટીલના આવા ખોટા ભાસણ સાંભળી સભામાંથી ઊભા થઈ ને બહાર જવા લાગ્યા હતા અને ત્યાર બાદ ભાજપ નેતાને ખ્યાલ પડ્યો કે મારાથી કઈક ભુલ થઈ છે…

અમુક લોકો એવા પણ હતા જે નમાલા બનીને આવા અબુદ્ધ ના વાણી- વિલાસ પર તાળીઓ ઠોકી રહ્યાં હતાં

હુ સંજય આહીર અમારા ઇષ્ટદેવ અને સમગ્ર જગતના ગુરુ જગદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા વિશેના સી.આર.પાટીલનાં આવા વાણી-વિલાસને સખત શબ્દોમાં વખોડું છું, અને યુવાનોને આહ્વાન કરું છું કે જ્યાં સી.આર.પાટીલ સભા કરે ત્યાં તેનું ચપ્પલ થી યુવાનો સ્વાગત કરે ..

સંજય આહીર

C R Paatil

#CRPaatil #harami

Posted by Sanjay Ahir on Tuesday, 12 April 2022

દેવભૂમી દ્વારકાના વતની સંજય ચેતરીયા અને આમ આદમી પાર્ટી AAP સાથે સક્રિય કરશન ભાદરકા દ્વારા વીડિયો મારફતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જેમાં સંજય ચેતરીયા આ બાબતની ક્ષમા જ ન હોય તેમ જણાવે છે. સાથે જ તેમણે પાટીલ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે અને ભગવાન કૃષ્ણ મામલે ટિપ્પણીનો વિરોધ કર્યો છે. જ્યારે આમ આદમી પાર્ટીના કરશન ભાદરકા વહેલી તકે માફી માંગી લેવાની માગણી કરે છે.

એ તો ભૂલ થાય એમાં શું વાંધો છે?
આટલો ઘમંડ કે સાવ નોર્મલ કહી દેવાનું કે ભુલ થાય…
અને છેલ્લે ધીરે થી કહી પણ દીધું પાટીલ ભાઈ કે તમે તો કોઈ દિવસ ભુલ કરતા જ નાથી…
અરે અમારી ભૂલો ગોતવામાં તમારી જિંદગી નીકળી જસે અમે કૃષ્ણ પરમાત્મા ની સાક્ષી એ જીવન જીવીએ છીએ …

Posted by Sanjay Ahir on Tuesday, 12 April 2022

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય ચેતરીયા એ આ મામલે સી.આર. પાટીલ સાથે વાત કરી હોવાનું જણાવ્યું છે. જેમાં પાટીલે જણાવ્યું છે કે તેઓ એ સ્થળ પર જ માફિ માંગી લીધી હતી અને હજૂ પણ લાગણી દુભાઈ હોય તો ફરી માફી માંગુ છું. પાટીલે ખુલ્લા મને માફિ માંગવાની વાત કરી છે. મહત્વની વાત છે કે, અગાઉ પણ સંજય ચેતરીયા મોરારી બાપૂ દ્વારા કરાયેલી ટિપ્પણી મામલે લાંબી લડાઈ લડી ચૂક્યા છે. બાદમાં મોરારી બાપૂના બચાવમાં રાજકારણીઓ પણ ઉતર્યા હતા પરંતુ વિવાદ વકરતા મોરારી બાપૂ દ્વારકા જઈ ભગવાન કૃષ્ણ પાસે માફિ માંગવા પહોંચ્યા હતા. દરમિયાન સ્થાનિક નેતા પબુભા માણેકે મોરારી બાપૂ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યાની કથિત ઘટના પણ નોંધાઈ હતી.

આજના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો:

ગઈકાલે બ્રુકલિન સબવે હુમલામાં શંકાસ્યદની ઓળખ, પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી

Must Read