Homeગુજરાતઅમદાવાદ“અમે રાજપૂતના દિકરા તને શું બર્થ જે ઉજવાવની ખબર પડે” તલવારથી કેક...

“અમે રાજપૂતના દિકરા તને શું બર્થ જે ઉજવાવની ખબર પડે” તલવારથી કેક કાપી જાતિ વિશે અપમાનિત કર્યા: અમદાવાદ

-

અમદાવાદ : સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવાનો રોફ જમાવી ઘેલછા કરતા હોય છે. પરંતુ આ રોફ જમાવવાના ચક્કરમાં યુવાનો ગુના તરફ ડગ માંડી દેતા હોય છે. અમદાવાદમાં જન્મદિવસની ઉજવણી માટે યુવાનો જાહેર રોડ પર તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે આવી ગયા હતા. પરંતુ પાસે રહેતા નિવૃત પોલીસકર્મચારીએ આવું નહીં કરવા જણાવતા જાતિ વિશે અપમાનીત કરી તલવારથી ગાડીઓના કાચ તોડ્યા અને મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રાત્રિના સમયે યુવાનો જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરતા હતા. આ યુવાનોના હાથમાં તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારોથી કેક કાપી રહ્યાં હતા. દરમિયાન ત્યાં રહેતા નિવૃત પોલીસ કર્મચારી જગજીવનભાઈ પરમારે ત્યાં જઈ આવું કરતા યુવાનોને રોક્યા હતા.

જન્મદિવસ ઉજવવાની ના પાડતા ઉશ્કેરાયેલા કિશન રાજપૂત અને તેની સાથેના મિત્રોએ પોલીસ કર્મચારીની કાર પર તલવાર મારી હતી. કારમાં તલવાર મારી કાચ ફોડી નાખતા મામલો બિચક્યો હતો. અને યુવાને જગજીવનભાઈને “અમે રાજપૂતના દીકરા છે તને શું બર્થ ડે ઉજવવાવની ખબર પડે” કહીને ફરિયાદી સાથે ઝઘડો કરી રહ્યા હતા ત્યારે કિશન રાજપુતના પિતા પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

પિતાએ પણ દિકરાને ઉપરાણું લઈ જાતિ વિષયક શબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ફરિયાદી સાથે બાપ-દિકરા સહિતના યુવાનોએ તલવાર અને ચપ્પુથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જેમાં પોલીસે 6 લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અમરાઈવાડી પોલીસે આરોપીઓ વિરૂધ્ધ જાતિ વિશે ગેર બંધારણીય શબ્દ પ્રયોગ કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી છે.

Read More: Gujarat News Update

Must Read