Homeગુજરાતઅમદાવાદપિતાએ પુત્રની હત્યા કરી ગ્રાઈન્ડરથી કાપી કચરામાં ફેંક્યા હતા અંગ: અમદાવાદ

પિતાએ પુત્રની હત્યા કરી ગ્રાઈન્ડરથી કાપી કચરામાં ફેંક્યા હતા અંગ: અમદાવાદ

-

અમદાવાદ : અમદાવાદ શહેરમાં તાજેતરમાં જ બે અલગ વિસ્તારમાંથી માનવ અંગ મળ્યાની ઘટના સામે આવી હતી. માનવ અંગના ટુકડા મળી આવતા શહેરમાં તર્ક વિતર્ક વચ્ચે ચકચાર મચી ગઈ હતી. પોલીસે માનવ અંગની ખરાઈ કરવા માટે સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલ્યા હતા. પોલીસે આ પ્રકારે માનવ અંગના ટુકડા કોણે ફેંક્યા અને શા માટે ફેંક્યા તે મામલે તપાસ હાથ ધરી હતી. જે મામલે પોલીસે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મર્ડર મિસ્ટ્રી પરથી પડદો ઉંચકી ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાંથી ગત તારીખ 20 જૂલાઈના રોજ ખુલ્લા મેદાનમાં કચરાના ઢગલામાંથી પોલીસને હાથ-પગ અને માથા વિનાનું ધડ મળ્યું હતું. માનવ અંગ મળ્યાની ઘટના પહેલી ન હતી અગાઉ બે દિવસ પહેલા એલિસબ્રીજ વિસ્તારના કલગી ચાર રસ્તા પાસેથી માનવ અંગ મળ્યા હતા. પોલીસ આ બંને ઘટનાની મોડસ ઓપરેન્ડી એક હોય હત્યાની તપાસ શરૂ કરી હતી. પોલીસના અનુમાન મુજબ હત્યાની તપાસમાં અમદાવાદની એલિસબ્રિજ, વાસણા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી.

ahmedabad crime branch arrested accussed who murdered his own son
મૃતક સ્વયં

તપાસ દરમયિાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને ટીમે સ્થળ પર તપાસ કરી હતી. બાદમાં હ્યુમન ઈન્ટેલિજન્સને કામે લગાવ્યું હતું જેમાં પોલીસને હાથ એ કળી લાગી હતી જે આ મર્ડર મિસ્ટ્રી સુધી પહોંચવામાં મદદ કરી શકે તેમ હતી. તપાસમાં માનવ અંગ ફેંકનાર નિલેષ જયંતિલાલ જોશી હોવાનું સામે આવતા તેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને માહિતી મળી કે નિલેષ જોશી એસટી બસમાં બેસી સુરત અને ત્યાંતી અવધ એક્સપ્રેસમાં બેસી ગોરખપુર થઈ નેપાળ જવા માટેની ફિરાકમાં હતો. ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલીક આર.પી.એફ.નો સંપર્ક કરી તેમને આ ઘટનાની માહિતી આપી આરોપી પકડી પડવા માટે ટીમ મોકલી હતી. પોલીસે રાત્રીના સમયે રાજસ્થાનના સવાઈ માધોપુરના ગંગાપુર રેલવે સ્ટેશન પરથી આરોપીને પકડ્યો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા એક બાદ એક રહસ્ય ખોલ્યા જેમાં આરોપી પિતાએ પોતાના દિકરા સ્વયં જોષી ઉંમર વર્ષ 21ની સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું. દિકરાની દારૂ અને નશીલા પદાર્થોની વ્યવસનની લતના રવાડે ચઢી ઝઘડા કરવા લાગ્યો હતો. ગત તારીખ 18 જૂલાઈએ સવારે 5 વાગ્યે નશાની હાલતમાં દિકરા સ્વયંને પિતા જોડે પૈસા માટે ઝઘડો થયો હતો. નશાની હાલતમાં રહેલા દિકરાએ પિતાને મારવા પાવડાનો હાથો ઉઠાવી હુમલો કર્યો. પિતાએ દિકરાને લાત મારી પછાડી દીધો હતો.

પિતાએ ગુસ્સામાં રસોડામાંથી પથ્થરની ખાંડણી લાવી દિકરાના માથામાં ફટકારી હતી. બાદમાં 6 થી 7 ઘા ખાંડણી વડે મારતા દિકરાનું મોત થયું હતું. બાદમાં પિતાએ લાશનો નિકાલ કરવા માટે કાલુપુરમાંતી ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર અને મોટી પ્લાસ્ટીકની થેલી લાવ્યો હતો. બાદમાં લાશના ટુકડા કરી તે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફેંકી દીધી હતી.

વધુ વાંચો- સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન 28 ઓગસ્ટ સુધી બંધ કરવાનો નિર્ણય રદ્દ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...