Homeગુજરાતસુરતસુરતમાં નારિયેળીના વેપારીએ સસ્તામાં સોનું લીધુ પછી શું થયું જાણો...

સુરતમાં નારિયેળીના વેપારીએ સસ્તામાં સોનું લીધુ પછી શું થયું જાણો…

-

સુરત : લાલચ હોય ત્યાં ધુતારા ભુખે ન મરે તેવી ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં સસ્તા સોનાની લાલચ આપી નારિયેળના વેપારીને ધૂતારાએ ધૂતી લીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પરથી સુરત પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ત્રણ લાખ રૂપિયાની રિકવરી કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત (Surat)ના નારિયેળના હોલસેલના વેપારી આનંદ ઠાકોર ગત તારીખ 18 જૂને સુદામા ચોક પાસે રમેશ યાદવ પાસે નારિયેળના પૈસા લેવા માટે ગયા હતા. આ સમયે ત્યાં બે માણસો બેઠા હતા જેઓ ખોદકામમાં સોનું મળ્યાની વાત કરતા હતા. તેમણે આવી વાતો કરી આનંદ ઠાકોર નામના વેપારીને લાલચની જાળ બિછાવી ફસાવ્યો હતો. આરોપીની લાલચમાં આવેલા વેપારીને પહેલા સોનાના સાચા દાણા આપી ધૂતારા આરોપીએ ભરોસો કેળવ્યો હતો.

વધુ વાંચો- ભરૂચમાં આમ આદમી પાર્ટીએ મોંઘાવારીને 25 ફાંસીના ફંદે લટકાવી કર્યો વિરોધ

ઠગોએ ભરોસો કેળવી વેપારીને મોટી બાટલીમાં ઉતાર્યો હતો. આરોપીએ રૂપિયા 15 લાખની કિંમતના સોનાના દાણા વાળી 8 માળા વેપારીને રૂપિયા 3 લાખમાં આપી હતી. જે માળા વેપારીએ ચકાસણી કરાવતા સોનાની નહીં નકળી સોનાની હોવાની માહિતી મળી હતી. વેપારી ઠગાણો હોવાનો ભરોસો થતા તેને ફરી વખત આરોપીનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો મોબાઈલ બંધ હતો. આખરે વેપારીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ પરથી સુરતની અમરોલી પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમ્યાન આ કેસમાં પોલીસે કલ્પનાનગર સોસાયટી, નિલગીરી ગોડાદરા ખાતે રહેતા આરોપી મોહન ગંગારામ પટેલને ઝડપી પાડ્યો હતો અને ઠગાઇની તમામ 3 લાખની રકમ રિકવર કરી હતી.

Must Read