અમદાવાદ : બોટાદમાં થયેલા કથિત લઠ્ઠાકાંડ (Botad Latthakand) બાદ વિરોધ પક્ષે સત્તાપક્ષ ભાજપ પર પ્રહાર શરૂ કર્યા છે. વિરોધ પક્ષ સતત ગુજરાતમાં દારૂબંધીની અમલવારીમાં સરકાર અને પોલીસ વિભાગ પર સવાલો પેદા કરી રહ્યું છે. ત્યારે આજે કોંગ્રસની વિદ્યાર્થી પાંખ NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI દ્વારા દારૂની પોટલી જેવી પોટલી લઈ વિરોધ પ્રદર્શન કરી રાજ્યમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેવા આક્ષેપ કર્યા હતા. તેમજ ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માગણી પણ કરવામાં આવી હતી.

આજરોજ તારીખ 27 જૂલાઈના રોજ બે અલગ-અલગ સ્થળો પર કોંગ્રેસની યુવા પાંખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં NSUI ની વિદ્યાર્થી પાંખ દ્વારા દારૂ વેચાણ પર પ્રતિબંધના નામે સેટિંગ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ NSUIના નેતા સંજયએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જાહેરમાં દારૂ વેચાણ થાય છે તે પ્રકારનો વિરોધ કરી રાજ્યના ગૃહમંત્રીના રાજીનામાની માગણી કરી રહ્યાં છીએ.
વધુ વાંચો- રાજકોટવાસીઓ વાહન પર આવા લખાણ લખ્યા હોય દૂર કરજો
અમદાવાદના બાપુનગરમાં કોંગ્રેસની યુવા પાંખ દ્વારા યુથ કોંગ્રેસે પણ રસ્તે ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન કરતા યુવા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જાહેરમાં ગૃહરાજ્ય મંત્રીનું પુતળા દહન કર્યું હતું. યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સમયે ગુજરાત યુવા કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિહં વાઘેલા પણ હાજર રહ્યા હતા. વિશ્વનાથસિહેં સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, “ બોટદાના લઠ્ઠાકાંડ માટે સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જવાબદાર છે. આજે રાજ્ય નશાનો અડ્ડો બની રહ્યું છે વારંવાર હજારો કરોડના ડ્રગ્સ મળી રહ્યા છે અને ઠેર-ઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. ત્યારે ચોક્કસ પણે લાગી રહ્યું છે કે સરકાર યુવાનોને રોજગાર આપવાની જગ્યાએ નશાના રવાડે ચડાવી દેવા માંગે છે. યુથ કોંગ્રેસ આ મુદ્દે આક્રમકતાથી લડશે અને ગુજરાતના યુવાનોને જાગૃત કરશે.”

પોલીસ જે રીતે સરકાર વિરોધમાં થતા વિરોધ પ્રદર્શનમાં કાર્યવાહી કરે તેમ અહિં પણ કરવામાં આવી હતી. પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટક કરી લઈ સ્થિતી કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો.
વધુ વાંચો- મોરબીમાં આ સ્થળે લહેરાશે 108 ફૂટ ઊંચાઈ પર રાષ્ટ્રધ્વજ