Homeગુજરાતરાજકોટજેતપુર તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

જેતપુર તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા

-

જેતપુર ન્યુઝ : ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત રાષ્ટ્ર્રધ્વજ ફરકવવાની કામગીરી સિવાય અન્ય તમામ કામગીરીનો બહિષ્કાર ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ 2018થી તલાટી કમ મંત્રી (Talati Mantri)ની વિવિધ માંગોને લઈને સરકારને લેખિત રજૂઆતો કરે છે.

સરકાર દ્વારા તલાટી કમ મંત્રીઓની વિવિધ માંગણીઓનું કોઈ નિરાકરણ ન આવતા 07/09/2021ના રોજ હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ, સરકાર દ્વારા વિવિધ પડતર માંગણીઓ તેમજ પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતા આંદોલન મોફૂંક રહ્યું હતું.

વધુ વાંચો-

પરંતુ ગત 07/09/2021ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારીમાં જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ પડતર પ્રશ્નો તેમજ માંગણીઓનું નિરાકરણ ન કરવામાં આવે ત્યાં સુઘી અચોકકકસ મુદતની હડતાલ પર જવાનું નક્કી થતા જેતપુર તાલુકાના તલાટી કમ મંત્રીઓએ આ નિર્ણયને સમર્થન આપી હડતાલમાં જોડાયા છે સાથે જ ગ્રામપંચાયતને લગતી તમામ કામગીરી ઠપ્પ થઇ ગઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાત સરકાર દ્વારા હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામપંચાયત કચેરીમાં માનભેર  તિરંગો ફારકાવવા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સિવાયની કોઈપણ કામગીરી ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો  હતો.

વધુ વાંચો- પડતર પ્રશ્નો મામલે રાજકોટમાં તલાટીઓની હડતાળ; શું કહે છે મંત્રી મેરજા ?

Must Read