Homeગુજરાતઅમદાવાદયુવતીએ ખર્ચો કાઢવા ડ્રગનું વેચાણ શરૂ કર્યું અમદાવાદ SOGએ કારમાં ડ્રગ સાથ...

યુવતીએ ખર્ચો કાઢવા ડ્રગનું વેચાણ શરૂ કર્યું અમદાવાદ SOGએ કારમાં ડ્રગ સાથ પકડી

-

અમદાવાદ : અમદાવાદનો સિંધુ ભવન રોડ યુવાનો માટે ખાસ આકર્ષણ છે. જ્યાં યુવક-યુવતીઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ તકનો લાભ ડ્રગ પેડલરો પણ લેતા થયા હોય તેવું છેલ્લા કેટલાક કેસ પરથી જણાય છે. તાજેતરમાં જ પોલીસે આવા ડ્રગ પેડલરોને ઝડપી કાયદાના સકંજામાં લીધા હતા. ત્યારે ફરી એક ડ્રગ વેચતી યુવતી પોલીસને હાથ ડ્રગ સાથે ઝડપાઈ છે.

અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એસ.એ. ગોહિલ અને પી.એસ.આઈ. પી.આર બાંગાની ટીમ પેટ્રોલીંગમા હતી દરમિયાન તેમને બાતમીના આધારે એક મારુતિ સુઝુકી બલેનો કારમાં એક યુવતીને એસ.જી. હાઈ વે પરથી ડ્રગ સાથ પકડી પાડી હતી.

એસઓજીની ટીમે એસ.જી. હાઈ વે પર નિરમા યુનિવર્સિટી પાસે આવેલા લોટસ ટેમ્પલ નજીકથી કારમાં જતી યુવતીને પકડી હતી. પોલીસ આરોપી હરપ્રીત કૌર નામની યુવતીની તલાસી લેતા તેની પાસેથી રૂપિયા 1.55 લાખની કિંમતનું ડ્રગ પકડાયું હતું.

પોલીસે યુવતીની પુછપરછ કરતા ખુલ્યું કે યુવતી અમદાવાદના ચાંદખેડાની રહીશ છે અને ત્રણ વર્ષ પહેલા ઈવેન્ટ મનેજમેન્ટના વ્યવસાય સાથે સંકળાયી ત્યારે ડ્રગની લત લાગી હતી. મિત્રો સાથે લાગેલી આ ડ્રગની લત બાદ ડ્રગ લેવા માટે પૈસા પુરા ન થતા હતા. જેના કારણે તેણીએ ડ્રગ વેચી પૈસા કમાવાનું શરૂ કર્યું હતું. હરપ્રતી કૌરે આ ડ્રગ જથ્થો રખિયાલના સાદ રાજપૂત પાસેથી મેળવ્યો હોવાનું ખલ્યું હતું.

વધુ વાંચો- બાકીમાં આપેલા કરિયાણાના માલના પૈસા લેવા જતા વેપારીને માર પડ્યો: મોરબી

Must Read