Homeગુજરાતરાજ્યના નવા મંત્રીમંડળમાં મંત્રીઓની યાદી, જ્ઞાતિ સાથે વિસ્તારનું રાજકિય બલેન્સ

રાજ્યના નવા મંત્રીમંડળમાં મંત્રીઓની યાદી, જ્ઞાતિ સાથે વિસ્તારનું રાજકિય બલેન્સ

-

Gujarat Minister list 2021: Live Gujarati News

ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આજે જાહેર થઈ ચૂક્યું છે. ગઈકાલે નારાજ નેતાઓને મનાવવા માટે શપથ વિધી અટકી પડી હતી. પરંતુ આજે બપોરે રાજ્યપાલ સમક્ષ ગુજરાતના મંત્રીમંડળના તમામ મંત્રીએ શપથ ગ્રહણ કર્યા હતા.

આગામી વિધાન સભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપે મંત્રીઓની જ્ઞાતિ અને વિસ્તારનો તાલમેલ બેસાડ્યો હોય તેમ જણાય છે. નવા મંત્રીમંડળમાં સમાવેશ થયેલા નેતાઓમાં મોટાભાગે નવા ચહેરા છે તેમજ નો રીપીટ થીયરીનો ઉપયોગ થયો છે.

કેબિનેટ મંત્રી

  • રાજેન્દ્ર ત્રીવેદી, વિધાનસભાના સ્પિકર અને બહોળો અનુભવ ધરાવતા નેતા
  • રૂષીકેશ પટેલ, વિસનગર ધારાસભ્ય
  • પુર્ણેશ મોદી, સુરતના ધારાસભ્ય
  • જીતુ વાઘાણી, પૂર્વ ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને પાટીદાર ચહેરો
  • રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય, કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા હતા
  • પ્રદિપ પરમાર, ધારાસભ્ય અસારવા વિધાનસભા, દલિત સમાજ પર પ્રભુત્વ
  • નરેશભાઈ પટેલ, સી.આર. પાટીલની નજીક, ગણદેવીથી બે ટર્મથી ધારાસભ્ય
  • કનુભાઈ દેસાઈ, સતત બે ટર્મથી ધારસભ્ય, જીલ્લા ભાજપ પ્રમુખ
  • કિરીટસિંહ રાણા- લિંબડી ધારાસભ્ય, પૂર્વ પશુપાલન મંત્રી, ક્ષત્રીય સમાજ આગેવાન

રાજ્યકક્ષાના મંત્રી

  • હર્ષ સંઘવી, યુવા ચહેરો
  • જગદિશ પંચાલ, ધારાસભ્ય નિકોલ
  • બ્રિજેશ મેરજા, મોરબી ધારાસભ્ય, કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે (અગાઉ પણ પક્ષ પલટો કર્યો છે)
  • જીતુ ચૌધરી, કપરાડા ધારાસભ્ય, કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો,
  • મનીષા વકિલ, વડોદરાથી ધારાસભ્ય
  • અરવિંદ રૈયાણી, રાજકોટ પૂર્વના ધારસભ્ય, લેઉવા પટેલ ચહેરો
  • કુબેર ડિંડોર, સંતરાણપુર ધારાસભ્ય, વનવિકાસ નિગમના ચેરમને રહી ચૂક્યાં છે.
  • કિર્તીસિંહ વાધેલા, ઉત્તર ગુજરાતના ક્ષત્રીય ચહેરો, અનુભવી અઠંગ રાજકારણી
  • નિમીષા સુથાર, મહિલા આદિવાસી નેતા અને મોરવાહડફ (પંચમહાલ) ધારાસભ્ય
  • મુકેશ પટેલ, ઓલપાડ ધારાસભ્ય
  • ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ ધારાસભ્ય
  • રાઘવજી મકવાણા, મહુવા ભાવનગર ધારાસભ્ય
  • વિનોદ મોરડીયા, ભાવનગર, લેઉવા પટેલ ચહેરા
  • દેવાભાઈ માલમ, કોળી આગેવાન, કેશોદ ધારાસભ્ય, બે ટર્મ જીલ્લા પંચાયત સભ્ય

Must Read