Homeગુજરાતરાજ્યના મંત્રીમંડળની કડાકૂટ ; સાંજ સુધી જાહેરાત અને શપથગ્રહણ અટવાયું

રાજ્યના મંત્રીમંડળની કડાકૂટ ; સાંજ સુધી જાહેરાત અને શપથગ્રહણ અટવાયું

-

Gujarat new Cabinet Ministers: Chief minister Bhupendra Patel: Gujarati News

ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ આજે શપથ ગ્રહણ કરશે તેવી માહિતી સુત્રો દ્વારા મળે છે. પરંતુ આ કાર્યક્રમ સાંજ સુધી ખેંચાયો છે. કારણ કે નવા ચહેરાઓને લઈ કેટલાક વિવાદો ચાલી રહ્યાં છે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel)ના શપથગ્રહણ કર્યા બાદ આજ રોજ બુધવારે કેબિનેટ મંત્રીમંડળની જાહેરાત થઈ શકે છે. પરંતુ હાલ આ મામલો ફસાયો છે તેવું જણાય રહ્યું છે. માહિતી મળે છે કે નવા ચહેરાઓને લઈને હાલ વિવાદ સર્જાયો છે. પહેલા માહિતી મળતી હતી કે બપોરે મત્રીઓ શપથ ગ્રહણ કરશે પરંતુ હવે તેને સાંજ સુધી ટાળી દેવાયું છે. કારણ કે અંદરો અંદર નેતાઓ વચ્ચે કલેશ સર્જાયો છે.

મળતી જાણકારી મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું નવુ મંત્રી મંડળ (Gujarat new cabinet)માં 21થી 22 મંત્રીએ બુધવારે શપથ ગ્રહણ કરી શકે છે. મંત્રીમંડળમાં નવા ચહેરાઓને પ્રાથમિકતા મળે તેમજ મહિલાઓની સંખ્યા પણ વધે તેવી સંભાવનાઓ છે. તો બીજી તરફ કેટલાક દિગ્ગજ નેતાઓના પત્તા કટ થવાની પણ સંભાવનાઓ છે. જાતીગત સમિકરણો જોતા સાફ છબી ધરાવતા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી માહિતી મળી રહી છે.

નિતીન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા

પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ ભાજપના (BJP) ના દિગ્ગજ નેતાઓ નિતીન પટેલ અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ફળદુ અને કૌશિક પટેલનું રાજકિય ભવિષ્ય સવાલોના ઘેરામાં આવી ગયું છે. રૂપાણી સરકારના મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હતા જ્યારા ફળદુ કૃષીમંત્રીનું પદ સંભાળતા હતા અને કૌશિક પટેલ રેવેન્યુ સંભાળતા હતા. આ ચારેય નેતાઓ ગુજરાતના ખુબ જૂના ચહેરાની યાદીમાં મોખરે છે તેમ કહી શકાય પણ હવે તેમના રાજકારણ પર પ્રશ્નો થવા લાગ્યા છે.

Must Read