Homeગુજરાતસુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખ પામનાર બ્રીજ પર CCTV કેમેરા લગાવામાં આવ્યા.

સુસાઈડ પોઈન્ટ તરીકે ઓળખ પામનાર બ્રીજ પર CCTV કેમેરા લગાવામાં આવ્યા.

-

બ્રિજનું નિર્માણ ટ્રાફિકને હળવો કરવામાટે કરવામાં આવ્યું હતું, પણ લોકોએ તેને સુખ દુઃખના સાથમાં ઉપયોગ કરવા લાગ્યા હતા, આખરે તંત્રને CCTV ફીટ કરવાની નોબત આવી….

લોકાપર્ણની સાથે જ સુસાઈડ પોઈન્ટ અને અકસ્માત ઝોન બની ગયેલા નર્મદા મૈયા બ્રિજ પર CCTV કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, અને કેમરા લગાવાનો હેતુ પુલ પરથી પસાર થતાં ભારે વાહનો, ઓવરસ્પીડ કે અન્ય કોઈપણ અસામાજિક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા માટે કેમેરા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા બ્રિજના બન્ને છેડે પોલીસ પોઈન્ટો ઊભા કર્યા હતા, અને પોલીસ પેટ્રોલિંગ પણ કરતી હતી. આમ છતાં બ્રિજ પરથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહનો વચ્ચે કાયદો-વ્યવસ્થા અને જાનમાલની સુરક્ષા જાળવવી પણ અગત્યની બની હતી.

Gujarat Narmada Maiya River Bridge in Bharuch

New Gujarat Narmada Maiya River Bridge in Bharuch
Gujarat Narmada Maiya River Bridge in Bharuch (Credit – Desh Gujarat,Connect Gujarat)

નવા બનેલા બ્રિજ પર આત્મહત્યાનું પ્રમાણ વધેલું હતું તેમજ અકસ્માતો, સેલ્ફી કે લટાર મારવા વાહનો લઈ બ્રિજ ઉપર ઉમટી પડતા હતા જેના કારણે ટ્રાફિકને પણ અડચણો ઉભી થતી હતી અને સાથે અકસ્માતોની દહેશત પણ વર્તાઈ રહી હતી.

આવી તમામ સમસ્યાના નિરાકરણ માટે બ્રિજના બન્ને છેડે ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેના કારણે હવે તંત્ર 24 કલાક બ્રિજ ઉપરથી પસાર થતા હજારો વાહનો અને અન્ય ગતિવિધિઓની CCTV દ્વારા નજર રાખવામાં આવે છે, અને તમામ બાબતો પર કંટ્રોલરૂમમાં બેસેલા સુરક્ષા કર્મીઓના સતત મોનિટરિંગ કરતા રહેશે.

Must Read