Homeગુજરાતગુજરાતના 8 જિલ્લા ગંભીર પૂરની ઝપેટમાં, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

ગુજરાતના 8 જિલ્લા ગંભીર પૂરની ઝપેટમાં, હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ

-

Gujarat monsoon 2022: ગુજરાતમાં વરસાદની આગાહી (Varsad ni agahi) હાલમાં દેશના અનેક રાજ્યો ભારે વરસાદથી પરેશાન છે. મહારાષ્ટ્ર, ગુજરાત(Gujarat), રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ ભારતમાં પણ કુદરતનો કહેર ચાલુ છે. જો ગુજરાતની વાત કરીએ તો આ સમયે હવામાન વિભાગે(Havaman vibhag Gujarat) ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પૂર આવ્યું છે અને ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. જો જોવામાં આવે તો હાલ ગુજરાતના સમગ્ર 8 જિલ્લા પૂરની ઝપેટમાં છે. હવામાન વિભાગે પણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 

ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને તેના કાંઠે અરબી સમુદ્ર ઉપર આજે હવાનું પ્રચંડ નીચું દબાણ (વેલ માર્ક્ડ લો પ્રેસર) સર્જાયું છે જેના પગલે ગુજરાતનો દરિયો અતિ તોફાની બનવાની સાથે આજે ભારે વરસાદની આગાહી છે.

વધુ વરસાદના સમાચાર વાંચો: ગત 24 કલાકમાં 156 તાલુકમાં નોંધાયો વરસાદ

વધુ વરસાદના સમાચાર વાંચો: વરસાદમાં આખલો ત્રીજા માળે ચઢી ગયો તંત્રએ ઉતારવામાં હાથ ખંખેર્યા

Havaman vibhag Gujarat દ્વારા Varsad ni Agahi Gujarat

Havaman Vibhag ni Varsad ni agahi 2022
Havaman vibhag Gujarat ni Varsad ni agahi 2022

દેશના પૂર્વ કાંઠે વિશાખાપટ્ટનમ્ અને કલકત્તા વચ્ચે લો પ્રેસર છે ત્યારે સૌરાષ્ટ્ર પાસે લો પ્રેસરને કારણે ભારે વરસાદની સીસ્ટમ સર્જાઈ છે જે આવતીકાલ ડીપ્રેસનમાં ફેરવાશે. ડીપ્રેસન લો પ્રેસર કરતાં વધુ શક્તિશાળી હોય છે.

આજે ગુજરાતના તમામ બંદરો પર 40થી 70 કિ.મી. સુધીની તીવ્ર ઝડપે પવન ફૂકાવાની શક્યતાના પગલે એલર્ટ જારી કરાયું હતું અને બંદરો પર લોકલ કોશનરી સિગ્નલ નં.૩ લગાડવા સૂચના જારી કરાઈ હતી. જો કે, મૌસમ વિભાગ અનુસાર લો પ્રેસર ડીપ્રેસનમાં ફેરવાવાની તો પૂરી શક્યતા છે પરંતુ, તે પશ્ચિમ તરફ એટલે કે દરિયા તરફ આગળ વધશે.

સીસ્ટમ આગળ ખસતા જ તા. 17 અને રવિવારથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટતુ જવાની પણ આગાહી છે અને રવિવારથી મંગળવાર માટે કોઈ ચેતવણી (એલર્ટ) જારી કરાઈ નથી.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...