Homeરાષ્ટ્રીયજીજ્ઞેશ મેવાણી કેસમાં આસામની કોર્ટે પોલીસનો ઉધડો લીધો, હાઈકોર્ટને પણ વિનંતી કરી

જીજ્ઞેશ મેવાણી કેસમાં આસામની કોર્ટે પોલીસનો ઉધડો લીધો, હાઈકોર્ટને પણ વિનંતી કરી

-

ગુવાહાટી Guwahati : ગતરોજ શુક્રવારે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી એક મહિલા કોન્સેટબલ પર કથિત રીતે હુમલો કર્યાના મામલે જામીન મુક્ત થયા હતા. આ મામલે કોર્ટે રાજ્યની પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની પ્રધાનમંત્રી મોદી પર ટ્વિટ મામલે પાલનપુર ખાતેથી ધરપકડ કરી હતી. જે મામલે કોર્ટે જામીન મુક્ત કરતા ફરી એક કથિત રીતે મહિલા પોલીસ કર્મી પર હુમલાની ફરિયાદ પરથી 25 તારીખના રોજ ધરપકડ કરી હતી. જે મામલે ગત શુક્રવાર 29 એપ્રિલના રોજ બારપેટાની અદાલતે જીજ્ઞેશને જામીન પર છોડ્યા હતા.

જીજ્ઞેશ મેવાણીને જામીન આપતી કોર્ટે અવલોકન કરી ટિપ્પણી કરી હતી કે, હાઈકોર્ટે પણ સંજ્ઞાન લઈ રાજ્યમાં તાજેતર અને ભૂતકાળના પોલીસના અતિરેકની ઘટના પર આદેશ કરવો જોઈએ. સેશન્સ કોર્ટે ગુવાહાટી હાકોર્ટને તાકીદ કરી હતી કે પોલીસને બોડી કેમેરા અને વાહનમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા આદેશ આપવો જોઈએ જેથી કોઈ આરોપીની અટકાયત થાય તે કેમેરામાં કેદ કરી શકાય.

જીજ્ઞેશ મેવાણી કેસમાં આસામની કોર્ટે પોલીસનો ઉધડો લીધો હાઈકોર્ટને પણ વિનંતી કરી

પ્રાપ્ત અહેવાલો મજુબ સેશન્સ કોર્ટેના જજ અપરેશ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, આપણી મહેનત વડે કમાયેલી લોકશાહીને પોલીસ સ્ટેટમાં પ્રવર્તિત કરવી અકલ્પનીય છે. મહિલા કોન્સ્ટેબલે મેજીસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદન અને એફ.આઈ.આર.માં પણ વિસંગતતા કોર્ટે ધ્યાને લીધી હતી. જેથી કોર્ટે ટકોર કરી કે મહિલાની જુબાની પરતી લાગે છે કે આરોપી જીજ્ઞેશ મેવાણીને લાંબા સમય સુધી કસ્ટડીમાં રાખવા માટે તાત્કાલીક કેસ કરવામાં આવ્યો છે કે, તે કોર્ટની પ્રક્રિયા અને કાયદાનો દુરુપયોગ છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....