Homeગુજરાતડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005નો અમલ કરવામાં આવે - પાલ આંબલીયા

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005નો અમલ કરવામાં આવે – પાલ આંબલીયા

-

કિસાન કોંગ્રેસના પાલ આંબલીયાએ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી ને ઇમેઇલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 પાલન કરવા માંગ કરી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 : Gujarat Kisan Congress Pal Ambalia wrote a letter to the Chief Minister of Gujarat

કિસાન કોગ્રેસ દ્વારા કરવામાં આવેલી રજૂઆત –

  • સતત 20 -25 દિવસથી વરસતા વરસાદ ના કારણે થયેલ નુકશાની નું સર્વે કરવી વળતર આપવા માંગ
  • પાક નુકશાની સામે સામૂહિક, રેન્ડમલી કે ક્લસ્ટર મુજબ નહિ પણ વ્યક્તિગત નુકશાની સામે વ્યક્તિગત સર્વે કરવાની માંગ
  • નુકશાની સામે કાયદાની જોગવાઈ મુજબ વ્યક્તિગત અરજીઓ શા માટે મંગાવવામાં આવતી નથી….???
  • સરકાર સામૂહિક, રેન્ડમલી કે ક્લસ્ટર પ્રમાણે સર્વે કરે છે પણ કાયદા મુજબ વ્યક્તિગત સર્વે શા માટે નથી કરતી…???
  • કુપ્રચાર કરી સરકાર દાતા અને ખેડૂત યાચક આવો માહોલ શા માટે ઉભો કરે છે ???
  • ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 નું હૃદય એટલે વ્યક્તિગત નુકશાની સામે વ્યકિતગત સર્વે અને વળતર આ મૂળ વાતનો જ સરકારે છેદ ઉડાડી દીધો છે
  • સરકારે યુક્તિ, પ્રયુક્તિઓ, ચાલાકી કરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા મુજબ વળતરનો છેદ ઉડાડી સહાય અને પેકેજના પડીકા ફેંક્યા છે
  • અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તૌકતે વાવાઝોડા, કોરોના જેવી દરેક કુદરતી આપતી વખતે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ને હાંસિયામાં ધકેલી દીધું છે
  • અત્યારે ગુલાબ અને શાહીન ના કારણે ખેડૂતોને થયેલ નુકશાની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ સર્વે કરવા માંગ કરાઈ
  • 20-25 દિવસના સતત વરસાદના કારણે ખેડૂતોના પાક સળી ગયા છે

પાલ આંબલીયા દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને કરવામાં આવેલો ઈ-મેઈલ

તાત્કાલિક Disaster Management Act 2005 મુજબ અરજીઓ મંગાવવામાં આવે અને ખેડૂતોને કાયદા મુજબ વળતર આપવામાં આવે

મહોદાયશ્રી,

જય કિસાન સાથ જણાવવાનું કે 2005 માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ બનાવવામાં આવ્યો છે, જે મુજબ કુદરતી આપદાઓ સમયે કોઈપણ વ્યક્તિને થયેલ નુકશાની સામે વળતર મેળવવાનો કાયદા મુજબ તેમને અધિકાર આપવામાં આવ્યો છે અસરગ્રસ્ત વ્યક્તિ પોતાને થયેલી નુકશાની સામે લોકલ ડિઝાસ્ટર સમિતિને અરજી કરે છે તેના પર તાલુકા, જિલ્લા, રાજ્ય કક્ષાની સમિતિઓ ચર્ચા કરી આખરી અહેવાલ સાથે રાષ્ટ્રીય કક્ષાની ડિઝાસ્ટર સમિતિને ભલામણ કરતી હોય છે આ કાયદા મુજબ વ્યક્તિગત નુકશાની સામે વ્યક્તિગત વળતર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે ખાસ યાદ રહે વ્યક્તિગત નુકશાનીની જોગવાઈ છે સામુહિક નુકશાની કે ક્લસ્ટર પ્રમાણે નહિ

છેલ્લા 5 -6 વર્ષથી કુદરત જાણે રૂઠયો હોય તેવી સ્થિતિ ખેડૂતો સાથે થઈ રહી છે ક્યારે અતિવૃષ્ટિ ક્યારેક અનાવૃષ્ટિ, ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક વાવાઝોડાનો કહેર. આ દરેક બાબત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005માં સમાવેશને પાત્ર છે જ્યારે કુદરત રુઠે ત્યારે ખેડૂતોને એકમાત્ર આધાર સરકાર પર હોય છે કે સરકાર ખેડૂતોને થયેલી નુકશાન બદલ કાયદાઓની જોગવાઈઓ મુજબ સર્વે કરાવે, થયેલી નુકશાનીનું યોગ્ય વળતર સરકાર આપે, કાયદાએ નક્કી કરેલું વળતર મેળવવું એ ખેડૂતોનો અબાધિત અધિકાર છે અને સરકારની ફરજ છે. કાયદા મુજબ પાક નુકશાનીનું વળતર ખેડૂતોને આપવું જોઈએ એમાં સરકાર કોઈ ઉપકાર કરતી નથી પરંતુ છેલ્લા પાંચ છ વર્ષથી એટલે કે વર્ષ 2015-16 થી સરકાર જાણે ખેડૂતોને કાંઈ દાનમાં આપતા હોય તેવો વ્યવહાર કરી રહી છે સરકાર જાહેર માધ્યમોના માઘ્યમથી એવો પ્રચાર કરી રહી છે કે સરકાર સહાય આપીને ખેડૂતો પર ઉપકાર કરી રહી છે

વર્ષ 20016-17 થી પ્રધાનમંત્રી પાકવીમાં યોજના લાવી ખાનગી કંપનીઓને ખોબલે ખોબલે કમાણી કરાવનાર સરકાર સામે ખેડૂતો હાઇકોર્ટમાં જાય ત્યારે સરકાર ખેડૂતોનો બચાવ કરવાની જગ્યાએ ખાનગી પાકવીમાં કંપનીઓનો બચાવ કરતું સોગંદનામું રજૂ કરે છે એટલું જ નહીં અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, કમોસમી વરસાદ હોય કે તૌકતે વવાઝોડું હોય દરેક વખતે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ને કોરાણે મૂકી, વ્યક્તિગત નુકશાની સામે વ્યક્તિગત વળતર તેના તમામ નિયમો કોરાણે મૂકી પેકેજોની જાહેરાત કરી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે સરકાર ચાલાકી પૂર્વક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 ને બાજુમાં રાખી મૂકે છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ ગ્રામ્ય કક્ષાએ અસરગ્રસ્ત નાગરીકો પાસેથી અરજી મંગાવી, અરજદાર લોકોનો સર્વે કરી પ્રાથમીક અહેવાલ તૈયાર કરવાનો હોય છે, આ અહેવાલ પર તાલુકા અને જિલ્લા કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિઓમાં ચર્ચા કર્યા બાદ આખરી અહેવાલ રાજ્ય કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિને મોકલી નુકશાન અંગેનો અંદાજ અને વળતર ચુકવવાની ભલામણ રાષ્ટ્રીય કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતીને કરવાની હોય છે

આપની સરકાર દરેક કુદરતી આપત્તિ વખતે સામુહિક સર્વે, ક્લસ્ટર મુજબ સર્વે, રેન્ડમલી સર્વે કરી વ્યક્તિગત નુકશાની સામે વ્યક્તિગત સર્વેનો ચાલાકી પૂર્વક છેદ ઉડાડી દીધો છે આમ આપની સરકાર પ્રાથમિક અહેવાલની પ્રક્રિયામાંથી જ છટકી જાય છે જો પ્રાથમિક અહેવાલ જ તૈયાર ન થાય તો નુકશાની અંગેનો સાચો અંદાજ જ ન આવે અને ખેડૂતોને કાયદા મુજબ નું સાચું વળતર જ ન મળે. દરેક વખતે આવું જ થયું છે ચાલુ વર્ષે તૌકતે વાવાઝોડામાં સરકારે 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ વ્યક્તિગત અરજીઓ ન મંગાવી કે પ્રાથમિક અહેવાલ તૈયાર ન કરાવ્યો એટલે નુકશાનીનો સાચો તાગ ન મળ્યો એટલે સરકારે સહાય રૂપી બટકો આપ્યો પણ અસરગ્રસ્તને કાયદા મુજબ મળવાપાત્ર અધિકાર ન મળ્યો એવી જ રીતે ગયા વર્ષે કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે સરકારે 3700 કરોડની ખેડૂતોને સહાયની જાહેરાત કરી વાહ વાહ લૂંટી લેવાનો પ્રયત્ન કર્યો પણ વ્યક્તિગત નુકશાની સામે વ્યક્તિગત અરજીઓ ન મંગાવી એવી જ રીતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ની તમામ જોગવાઈને ઘોળીને પી ગયા એનાંથી આગળના વર્ષમાં અતિવૃષ્ટિ વખતે સરકારે 3750 કરોડનો પેકેજ આપ્યું પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 નો ખૂબ જ ચાલાકી પૂર્વક છેદ ઉડાડી દીધો

કુદરતી આપત્તિઓના સમયે અસરગ્રસ્ત લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005ના કાયદા મુજબ વળતર આપવાની સરકારની ફરજ છે અને અસરગ્રસ્ત લોકોનો અધિકાર છે એમાં દાતા અને યાચક વાળી સ્થિતિ ક્યાંય નિર્માણ થતી નથી જ્યારે છેલ્લા 5 -6 વર્ષથી સરકાર જાણે દાતા હોય અને ખેડૂતો યાચક હોય તેવી પરિસ્થિતિ સરકારે જાણી જોઈને ઉભી કરી છે

આપ સાહેબને નમ્ર અનુરોધ સાથે વિનંતી છે કે વર્તમાન વર્ષમાં 104 તાલુકાઓમાં 31 ઓગસ્ટ પહેલા 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે તેવા તમામ તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જોગવાઈઓ મુજબ ખેડૂતોને તેનો હક્ક કાયદા મુજબ મળવાપાત્ર છે તેમાંથી સરકાર કોઈ ચાલાકી ન કરે, યુક્તિ પ્રયુક્તિ કર્યા વગર ખેડૂતોને કાયદા મુજબ વળતર આપવામાં આવે

12-13 સપ્ટેમ્બરના રોજ જામનગર, રાજકોટમાં થયેલી અતિવૃષ્ટિ અને તેના કારણે જૂનાગઢ, પોરબંદરમાં આવેલા પુરને કારણે ચારેય જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ ત્યારબાદ સરકારે સહાય ચૂકવવાના દેખાડા કર્યા (જેમ અગાઉ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે તૌકતે વાવાઝોડા વખતે કર્યા હતા એવા જ) પણ ખાટલે મોટી ખોટ એ રહી કે સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ અસરગ્રસ્ત લોકો પાસેથી વ્યક્તિગત અરજીઓ ન મંગાવી, વ્યક્તિગત સર્વેની જગ્યાએ સામુહિક સર્વે કરી પ્રાથમિક અહેવાલ તૈયાર જ કરવામાં ન આવ્યો, સ્વાભાવિક છે કે પ્રાથમિક અહેવાલ જ તૈયાર ન થયો હોય તો નુકશાની ના સર્વે જ ન થયો હોય અને નુકશાનીનો સાચો અંદાજ જ કરવામાં આવ્યો ન હોય આ રીતે સરકારે કાયદાનો છેદ ઉડાડી પોતાની વાહવાહી માટેના નર્યા નાટકો જ કર્યા

વર્તમાન સમયમાં વાવણીના વરસાદ પછી અનાવૃષ્ટિના કારણે ગુજરાતના અલગ અલગ 104 તાલુકાઓમાં 32 દીવસથી 56 દિવસ સુધી વરસાદ પડ્યો જ નહીં એટલે પાણી વગર પાક ખતમ થઈ જવાના જ હતા ને ત્યારે મેઘ મહેર થઈ પણ એવી તો મેઘ મહેર થઈ કે 2 - 3 સપ્ટેમ્બર પછી આજની તારીખ સુધી સતત વરસાદ પડયો જેના કારણે પહેલા પાણીની અછતના કારણે પાક બળી ગયો અને હવે અતિવૃષ્ટિના કારણે સતત વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ રહેવાના કારણે પાક બળી રહ્યો છે ખતમ થઈ રહ્યો છે પણ અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ બન્ને પરિસ્થિતિમાં સરકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020 નો છેદ ઉડાડી વાહવાહી લૂંટવા મથામણ કરી રહી છે.

આપ સાહેબને નમ્ર અનુરોધ સાથે વિનંતી છે કે સરકાર વર્તમાનમાં છેલ્લા 20 - 25 દિવસથી વરસતા વરસાદ ઉપરાંત ગુલાબ અને શાહીન વાવાઝોડાની અસરના કારણે થયેલી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પાકમાં થયેલી નુકશાની અંગે અગાઉ કર્યા તેવા નાટકો કરવાની જગ્યાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ 2005 મુજબ અસરગ્રસ્ત ખેડૂતો પાસેથી તેમને થયેલી નુકશાની બદલ વ્યક્તિગત અરજી મંગાવે તેના આધારે વ્યક્તિગત સર્વે કરાવવામાં આવે તેના પરથી પ્રાથમિક અહેવાલ મેળવી કાયદાની તમામ પ્રક્રિયાનું સંપૂર્ણપણે પાલન કરી થયેલ નુકશાનીનું સર્વે કરવામાં આવે તેના અહેવાલો મંગાવવામાં આવે અને કાયદા મુજબ મળવાપાત્ર ખેડૂતોને પાક નુકશાનીનું યોગ્ય વળતર ચુકવવામાં આવે ખેડૂતોને કાયદા મુજબનો વળતર રૂપી પોતાનો હક્ક જોઈએ છે સરકારે ફેંકેલા સહાય ટુકડાઓ નથી જોઈતા


આપનો આભાર


પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ

Must Read