Homeગુજરાતરાજકોટખેડૂતોએ લસણને રોડ ઉપર ફેકીને પોતાનો વિરોધ નોધાવ્યો.

ખેડૂતોએ લસણને રોડ ઉપર ફેકીને પોતાનો વિરોધ નોધાવ્યો.

-

(અહેવાલ- સુરેશ ભાલીયા) જેતપુર (Jetpur) તાલુકાના થાણાગાલોળ ગામના ખેડૂતોએ લસણને રોડ ઉપર ફેકીને પોતાનો વિરોધ નોધાવ્યો, અને સરકાર પાસે પુરતા પ્રમાણમાં પાકનો ભાવ મળે તેવી માંગણી કરી હતી

એક તરફ ખેડૂતો મોંઘા ભાવના બિયારણ લઈને ખેતી પાકોનું ઉત્પાદન કરતાં હોય છે, ત્યારે ખેડૂતોને આ પાકોનું પૂરતું વળતર નહીં મળતા ખેડૂતોની હાલત દમનીય બની જતી હોય છે.

Watch Video: Gujarat Jetpur Farmers protested

આ વિડીયો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામના ખેડૂતોએ વાવેલા લસણ ના પૂરતા ભાવ ન મળતા હોવાના દાવા સાથે રોષે ભરાયેલા જોઈ શકાય છે.

ખેડૂતોએ લસણ ના પાકને રોડ ઉપર ફેકીને વિરોધ નોંધાવ્યો હતો, પાકેલ લસણ ને જ્યારે માર્કેટમાં વેચવા જતાં 20 કિલો ના માત્રને માત્ર 100 રૂપિયા જેટલો જ ભાવ ઉપજતા ખેડૂતો રોષે ભરાયા હતા અને લસણ ને રોડ ઉપર ફેકીને પશુ ચારા માટે ફેકી દીધું હતું.

ખેડૂતોના કહેવા મુજબ તે મોંઘા ભાવના બિયારણ,ખાતર, લઈને વાવેતર કરતા હોય છે સાથે ઉગાડેલ પાક માંથી મજૂરી અને યાર્ડ સુધી પોહચડવા ના ભાડાનો ખર્ચ પણ નથી નીકળતો તેવો ખેડૂતોએ દાવો કર્યો હતો આ પરિસ્થતિમાં ખેડૂતો દ્વારા લસણ ના પૂરતા ભાવો મળે અને ભાવ બાંધણી ની માંગ સરકાર પાસે કરેલ હતી અને સરકાર લસણ માં પણ ટેકાના ભાવ જાહેર કરે તે જરૂરી જણાવ્યું હતું.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...