Homeગુજરાતકેમિકલવાળું પાણી પીવાથી અસર થઈ; બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું નિવેદન

કેમિકલવાળું પાણી પીવાથી અસર થઈ; બોટાદ લઠ્ઠાકાંડ બાદ ગૃહ રાજ્યમંત્રી સંઘવીનું નિવેદન

-

ગાંધીનગર સમાચાર : બોટાદમાં લઠ્ઠાકાંડ (Botad Latthakand) લાંબા સમય બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મીડિયા સમક્ષ આવ્યા હતા. જેમાં તેમણે પત્રકારોને સવાલના જવાબ આપ્યા હતા. હર્ષ સંઘવીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, કુલ 42 મૃત્યુ થયા છે જેમાં 32 બોટાદના અને 10 અમદાવાના લોકોનો સમાવેશ થાય છે. ઉપરાંત હજૂ 97 લોકો સારવાર હેઠળ છે તેવું સંઘવી (Harsh Sanghvi)એ જણાવ્યું હતું. તેમણે પોલીસની કામગીરી મામલે જણાવ્યું કે, પોલીસે ખેતરો ખુંદીને અસરગ્રસ્ત લોકોને શોધી કાઢ્યા હતા. રાજકીય પક્ષોને આ ઘટના અંગે રાજનીતિ નહીં કરવાની પણ સલાહ આપી હતી.

હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ જણાવ્યું કે કુલ 600 લીટર કેમિકલનું વેચાણ અલગ-અલગ જિલ્લામાં થયું હતું. આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસ 10 દિવસમાં ચાર્જશીટ રજૂ કરશે. પોલીસ દરેક ગામડોમાં કડક પગલા લઈ કાર્યવાહી કરશે અને SITના રિપોર્ટ મુજબ દોષિતો વિરૂધ્ધ પગલા લેવામાં આવશે.

કેમિકલ વાળુ પાણી

સતત બે દિવસથી લઠ્ઠાકાંડ મામલે સરકાર પર માછલા ધોવાઈ રહ્યાં છે. ત્યારે આજે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દારૂ સમાજનું સૌથી મોટુ દુષણ છે. કેમિકલ વાળું પાણી પીતા લોકોને અસર થઈ છે. આ દુઃખદ ઘટના રાજનીતિનો વિષય નથી  જે પાર્ટીઓ રાજનીતિ કરે છે તેમનો ભૂતકાળ તપાસી લે.

ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

હર્ષ સંઘવીએ અસરગ્રસ્તો મામલે જણાવ્યું કે, પીડિતોના પરિવારને ન્યાય મળશે. પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ બંધ કરાવી હતી અને દારૂ ન મળતા કેમિકલ વાળુ પાણી લોકોને આપવામાં આવ્યું હતું. આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલશે.

કેમિકલ કે લઠ્ઠો તેમાં પડવા નથી માગતા

લઠ્ઠા મામલે તેમણે કહ્યું કે, ઘણા લોકો કહે છે કે આ લઠ્ઠો છે, કેમિકલ છે પણ અમે લઠ્ઠો છે કે કેમિકલ એ બાબતમાં પડવા નથી માગતા અમે હાથ ઊંચા કરી લેવા પણ નથી માગતા આ વિષયમાં કાર્ય કરવા માગીએ છીએ. આ ઘટનામાં પગલા લેવાની જવાબદારી અમારી છે અને ગુજરાત પોલીસ સક્ષમ છે. આ ઘટનામાં ઝડપથી ન્યાય મળે તેવી વ્યવસ્થા થાય તેની હું ખાતરી આપું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે, લઠ્ઠાકાંડમાં પોલીસે 3 આરોપીઓને કોર્ટમાં હાજર કર્યાં હતા. પોલીસે આરોપી ગજીબેન, પીન્ટુ, રસિક ગોરાહવાને કોર્ટમાં હાજર કર્યા અને તેમના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

વધુ વાંચો- ગૃહમંત્રીના રાજીનામાની માંગણી; લઠ્ઠાકાંડ મામલે યુવા કોંગ્રેસ અને NSUIનું વિરોધ પ્રદર્શન

Must Read