Homeગુજરાતદીકરી પિયર અને સાસરી બંન્ને પક્ષના પ્રેમની હકદાર, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

દીકરી પિયર અને સાસરી બંન્ને પક્ષના પ્રેમની હકદાર, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

-

Law and Orders news in Gujarati ઘટનામાં મારામારીની ફરિયાદ સાથે લૂંટની પણ ફરિયાદ પિયર પક્ષે કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરી હતી કે તેમના ખિસ્સામાંથી રૂપિયા 60 હજારની લૂંટ થઈ છે. હાલ આ ઘટનામાં બંને પક્ષે વેવાઈ અમરેલી સબજેલમાં છે અને યુવતીની માતા પણ

હાઈકોર્ટે એક ચૂકાદામાં દીકરીને પ્રેમલગ્ન બાદ પિયર તેમજ સાસરીયાં બંન્ને તરફથી સુખ મળવું જોઈએ તેવી ટીપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. અમરેલી જિલ્લામાં પ્રેમલગ્નના કારણે થયેલી મારામારીમાં સામસામા પક્ષે ફરિયાદ થઈ હતી. એ ફરીયાદની સજા રદ કરવા હાઈકોર્ટમાં થયેલી અપિલ દરમિયાન જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે આ ટકોર કરી હતી.

અહેવાલ પરથી જાણવા મળે છે કે જસ્ટીસ ઉપાધ્યાયે ટકોર કરી હતી કે આ સ્થિતિમાં દીકરીને સાસરીયામાં તકલીફ પેદા થાય કે મુસીબતમાં મૂકાય તો તે ક્યાં જાય ? આ બાબતે બન્ને પક્ષોએ કોર્ટ સમક્ષ સમાધાનની તૈયારી દર્શાવતા કોર્ટે સજા મોકૂફ કરી હતી. નોંધનીય છે કે આ કેસમાં સંડોવાયેલા બન્ને વેવાઈ એક જેલમાં બંધ છે અને યુવતીની માતા પણ જેલમાં છે.    

સમગ્ર ઘટના એવી છે કે અમરેલીના લાઠીની યુવતીએ પરિવારની મરજીથી વિરૂદ્ધ જઈને પ્રેમલગ્ન કર્યા હતા. યુવતીનો પરિવાર આ લગ્નથી નારાજ હોય સાસરિયા વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. જે બાદ બન્ને પક્ષે પોલીસ ફરિયાદ થઈ હતી.

આ ઘટનામાં મારામારીની ફરિયાદ સાથે લૂંટની પણ ફરિયાદ પિયર પક્ષે કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરી હતી કે તેમના ખિસ્સામાંથી રૂપિયા 60 હજારની લૂંટ થઈ છે. હાલ આ ઘટનામાં બંને પક્ષે વેવાઈ અમરેલી સબજેલમાં છે અને યુવતીની માતા પણ જેલની અંદર છે. આ બાબતે સજા રદ્દ કરવા માટે બંને પક્ષો તરફે સમાધાન થતા હાઈકોર્ટમાં અપીલ કરી છે.

આ ઘટના બાદ બંને પક્ષે હાઈકોર્ટમાં અપિલ કરવામાં આવતા સુનાવલી દરમિયાન બંન્ને પક્ષોએ સમાધાનની કરવાની તૈયારી દર્શાવતા કોર્ટે સજા મોકૂફ કરી હતી. અંતે કોર્ટે ટકોર કરતા કહ્યું કે હવે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો હોય દીકરીને પિયરમાં તેડી લાવવાની રહેશે અને બાદમાં સાસરિયે મોકલવાની રહેશે.

Must Read