Homeગુજરાતગીર સોમનાથવેરાવળ : હજારો વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટનો વેધક સવાલ વૃક્ષો નહીં હોય...

વેરાવળ : હજારો વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટનો વેધક સવાલ વૃક્ષો નહીં હોય તો ઑક્સિજન ક્યાંથી મેળવશો ?

-

વર્ષ 2008માં નંદનવન ફોરેસ્ટ બનાવી વૃક્ષો ઉછર્યા હવે કાપી નાખતા અરજદારની હાઈકોર્ટમાં ધા.

વેરાવળ : હજારો વૃક્ષોના નિકંદન મામલે હાઈકોર્ટનો વેધક સવાલ વૃક્ષો નહીં હોય તો ઑક્સિજન ક્યાંથી મેળવશો ? – Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval

હાઈકોર્ટનો રાજ્ય સરકારને વેધક સવાલ વૃક્ષો નહીં હોય તો ઑક્સિજન ક્યાંથી મેળવશો ? હાઈકોર્ટે આપ્યો સ્ટે.

Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval
Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval | image credit : medicaldialogues.in

પ્રકૃતિનો નાશ કરવાનો ઠેકો મનુષ્યો દ્વારા લેવાયો છે તે કહેવામાં જરા પણ અતિશ્યોક્તિ નથી. પ્રદુષણ ફેલાવી વૃક્ષો કાપી દુનિયા મોતના મુખમાં ધકેલાઈ રહી છે. પરંતુ આ બાબતે ગંભિરતા જેવી જોઈએ તેવી જણાતી નથી. પરંતુ કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ પણ છે જે પ્રકૃતિ માટે લડી રહ્યાં છે. એવી જ એક પ્રકૃતિ બચાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

સરકારો વાતોના વડા કરી પર્યાવરણમાં સુધારો કરવા વૃક્ષા રોપણ કરાવે છે. કરોડોના ખર્ચે વનીકરણ કાર્યો કરે છે. પરંતુ જાણે સાથે સાથે તેના નિકંદન પણ કરતા રહે છે. આવી ઘટના વેરાવળના પાટણમાં જોવા મળી છે, જેમાં 1 હજાર 200 જેટલા ઉછેરેલા વૃક્ષો મંજૂરી વિના કાપી નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. હાલ આ મામલો હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યો છે.

મંજૂરી વગર વૃક્ષોનું નિકંદન કેમ કાઢ્યું ?

અરજદારે હાઈકોર્ટમાં વૃક્ષોના સોંથ વાળી દેવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં તેમને કહ્યં હતું કે વર્ષ 2008માં નંદનવન ફોરેસ્ટના નામે વિકસાવેલા વૃક્ષો પાટણ વેરાવળ નગપાલિકા તંત્ર દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. તંત્ર એ 1 હજાર 200 જેટલા વૃક્ષોનો સોંથ વાળી દિધો છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા આજરોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હોઈકોર્ટે સરકારને આકરા સવાલો કર્યા હતા.

કોર્ટે કહ્યું કે વૃક્ષો નહીં હોય તો ઑકિસજન ક્યાંથી મેળવશો ? તેમજ મંજૂરી વિના વૃક્ષો કેમ કાપી નાખ્યા ? કોર્ટે સવાલોના જવાબ રજૂ કરવાનો આદેશ પણ કર્યો છે.

Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval
Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval | image credit : divyabhaskar.co.in

શોપિંગ સેન્ટર, ઓડિટોરિયમ બનાવવા માટે આ વૃક્ષો પરમીશન વગર કપાયા હોવાનો આરોપ છે ત્યારે હાઈકોર્ટે તમામ પ્રક્રિયા પર સ્ટે મૂકી રાજ્ય સરકારને જરૂરી કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.

વિકાસના નામે નિકંદન !

વિકાસ માટેની યોજનામાં જો વૃક્ષો નડતર રૂપ હોય તો તેના માટ પર્યાવરણ વિભાગન અને સબંધિત કચેરીમાંથી મંજરી લેવાની રહે છે. સાથે જ કાપવામાં આવેલા વૃક્ષો સામે કેટલા વૃક્ષો ઉગાડ્યા અને માવજત કરતી કંપનીને તેનો વિગતવાર રિપોર્ટ પણ સોંપવો પડે છે.

Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval
Gujarat hc lambastes authorities for cutting 1200 trees in veraval | image credit : timesofindia.indiatimes.com

પરંતુ અહિં કોઈ પણ જાતની મંજૂરી કે સબંધિત નિયમનું નામ પણ નથી. અને એક જ ઝાટકે હજારો વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું.
પરીણામે પર્યાવરણ પ્રેમીઓ ખફા થયા છે.

વધુ વાંચો – કોરોના સહાયના ફોર્મ આ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી પછી જમા કરાવો

Must Read