Homeગુજરાતજાહેરનામું : મતદારના હોઈ તેવા વ્યક્તિએ મતવિસ્તાર છોડી દેવો બાબત...

જાહેરનામું : મતદારના હોઈ તેવા વ્યક્તિએ મતવિસ્તાર છોડી દેવો બાબત…

-

મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ તા.૧૭/૧૨/૨૦૨૧ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પહેલા તાત્કાલીક સંબંધિત મતવિસ્તાર છોડી દેવો…..

રાજકોટ-રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર તરફથી રાજયમાં ગ્રામ પંચાયતની સામાન્ય વિભાજન મધ્યસત્ર પેટા ચુંટણી યોજવા માટેની જાહેરાત કરવામાં આવેલ છે. ચુંટણી પંચે આપેલ ચુંટણી કાર્યક્રમ મુજબ મતદાન યોજવા માટેની તા.૧૯/૧૨/૨૦૨૧ અને મતગણતરી તા.૨૧/૧૨/૨૦૨૧ ઠરાવવામાં આવેલ છે.

જીલ્લામાં ચૂંટણીઓ મુકત, ન્યાયી અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજી શકાય, લોકો કાઈપણ પ્રકારના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને ચૂંટણી આયોગ તરફથી આપવામાં આવેલ ઉત સુચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ શ્રી કે.બી.ઠકકર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વાંચો વધુ – જાણો અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્રારા જિલ્લામાં શું પ્રતિબંધો લગાવ્યા ?

વાંચો વધુ – જાહેરનામું : ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષી ચોપાનીયા કે ભીંતપત્રો છાપવા કે પ્રસિધ્ધ કરવા નિયંત્રણ અંગે

જે મુજબ સમગ્ર રાજકોટ ગ્રામ્ય પોલીસ જિલ્લો તથા પોલીસ કમિશનર,રાજકોટ શહેર વિસ્તારના રાજકોટ તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં બહારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને જેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓએ ચૂંટણી પ્રચારના અંત પછી એટલે કે, તા.૧૭/૧૨/૨૦૨૧ ના સાંજના ૦૬:૦૦ વાગ્યા પહેલા તાત્કાલીક ધોરણે ઉકત વિસ્તાર છોડી જતા રહેવું.

આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર તથા જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ સાર્વજનીક સભા ખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીશી અને અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવી તથા મતદાર વિભાગની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવતા વાહનોની અવર–જવર પર દેખરેખ અને તપાસ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલ કોઈ લોકો મતદાર વિભાગમાં રોકાયેલ નહીં હોવાની ખાતરી કરવી.

રાજકીય પક્ષના રાજય કક્ષાના ઈનચાર્જ પદાધિકારીઓએ રાજયના હેડ કવાર્ટરમાં રોકાવાના હોય તે જ સ્થળ જાહેર કરવાનું રહેશે. તથા સામાન્ય રીતે રહેઠાણ અને પક્ષના કાર્યાલય વચ્ચે આવક–જાવક કરી શકશે.

Must Read