Homeગુજરાતનિતીન પટેલ ગાયની અડફેટ ચઢતા થયા ઈજાગ્રસ્ત રખડતા: ઢોરનો ત્રાસ

નિતીન પટેલ ગાયની અડફેટ ચઢતા થયા ઈજાગ્રસ્ત રખડતા: ઢોરનો ત્રાસ

-

કડી ન્યુઝ : રખડતા ઢોરના ત્રાસ (Stray Cattel)ને કારણે અનેક દુર્ઘનાઓ રાજ્યમાં સર્જાતી રહી છે. જેમાં કેટલીક દુર્ઘટનમાં તો ગંભીર ઈજાઓ અને મૃત્યુના પણ કિસ્સા નોંધાતા રહ્યાં છે. ટૂંકમાં કહીએ તો રખડતા ઢોર ગુજરાતમાં મોટી સમસ્યા છે અને તે મામલે પ્રજા અવાર-નવાર અવાજ ઉઠાવતી રહી છે. છતાં પણ તંત્રની ઉંઘ નહીં ઉડતા રાજ્ય સરકારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (EX Dy. CM Nitin Patel) પણ ગાય (Cow)ની અડફેટ આવતા ઘાયલ થયાની ઘટના સામે આવી છે.

આગામી સ્વતંત્રતા પર્વને અનુલક્ષી પર હર ઘર તિરંગા અભિયાન (HAR GHAR TIRANGA) ચલાવવામાં આવી રહ્યું. જેના પ્રમોશન માટે સતત વિવિધ સ્થળો પર તિરંગા યાત્રા (Tiranga Yatra)નું આયોજન કરાવમાં આવી રહ્યું છે. તેવું જ એક આયોજન કડી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ હાજર રહ્યા હતા.

વધુ વાંચો- વિડીયો ઉતારવા મામલે BRTSના બસ ડ્રાયવરને ફટકાર્યો: અમદાવાદ

nitin patel injured Stray Cattle Attacked attack in kadi tiranga yatra
Nitin Patel Injured Due to Stray Cattle Attack

આ તિરંગા યાત્રામાં નિતીન પટેલને ગાયએ અડફેટ લેતા નિતીન પટેલ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં નિતીન પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નિતીન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે.

nitin patel injured Stray Cattle Attacked attacked in kadi tiranga yatra
Nitin Patel Injured Due to Stray Cattle Attack

રખડતા ઢોરની સમસ્યા નિવારણ માટે રાજ્ય સરકાર તાજેતરમાં જ કાયદો લાવી કામગીરી કરવા જઈ રહી હતી. પરંતુ શહેરમાં વસતા માલધારીઓના વિરોધને કારણે ચૂંટણી સમયે નુકશાન પહોંચે તેવું સરકારને ન પોસાય તેવું હોય હાલ મામલો ડબ્બામાં બંધ થયો હોય તેમ પેન્ડીંગ છે તેવું લોકમુખે સંભળાય રહ્યું છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...