Homeગુજરાતરાજ્યના 23 Dyspની બદલી 3 PIની બઢતી

રાજ્યના 23 Dyspની બદલી 3 PIની બઢતી

-

ગાંધીનગર ન્યુઝ : ગુજરાત રાજ્ય સરકારે બે IPS અધિકારી અને 23 DYSP(Dysp Transfer)ની બદલીના આદેશ કર્યા છે. ગતરોજ તારીખ 10 ઑગસ્ટે રાજ્ય સરકારે બદલીના આદેશ સાથે જ 3 પીઆઈને બઢતીના આદેશ કરી DYSPનું પ્રમોશન આપ્યું છે. જેમાં મોરબી પીઆઈ એમ.આર. ગોઢાણીયા, વી.બી. જાડેજા મોરબી પોલીસ ઈન્સ્પેક્ટર અને એસીબી પીઆઈ બી.એસ. રબારીની DYSP તરીકે બઢતી કરવામાં આવ્યા છે.

રાજ્યના બહુ ચર્ચિત કથિત લઠ્ઠાકાંડ બાદ અમદાવાદ ગ્રામ્ય અને બોટાદના એસ.પી.ની તાકીદે બદલી કરવામાં આવી હતી. જ્યારે હવે મોટી સંખ્યામાં DYSPની બદલી કરવા સાથે જ બે આઈપીએસની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ગ્રામ્યના SP તરીકે અમદાવાદ સાયબર ક્રાઈમ DCP અમિત વસાવાને બદલી કરી નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે બોટાદમાં કિશોર બ્લૉલિયાનીને નિયુક્ત કરવામાં આવ્યા છે, બ્લૉલિયા કોસ્ટલ સિક્યુરિટીના એસપી તરીકે ફરજ બજાવી રહ્યાં હતા.

23 ડીવાયએસપી અને એસીપીની બદલીમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાના ACP Crime (મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમ)ની બદલી થવા પામી છે. અમદાવાદ એસીપી ડી.પી. ચુડાસમા પેટલાદની બદલી કરી તેમના સ્થાને પોરબંદર એસપી બી.એ. પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી. એ. ચૌહાણની વિરમગામ બદલી કરી તેમના સ્થાને હાલોલ વિભાગીય પોલીસ અધિકારી એચ.એ. રાઠોડને નિયુક્ત કરવામાં આવ્યા છે.

સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP આર. આર. સરવૈયાની બદલી કરી તેમના સ્થાને અમદાવાદ એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ પી. રોઝીયાની નિમણૂં કરવામાં આવી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એસીપી ડી. વી. બસિયાની બદલી કરી તેમના સ્થાને મોડાસા વિભાગીય પોલીસ અધિકારીની ભરત બી. બસીયા રાજકોટ એસીપી ક્રાઈમ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વડોદરા એસીપી ક્રાઈમ તરીકે ફરજ બજાવતા ડી.એસ. ચૌહાણની બદલી કરી તેમને વિરમગામ DYSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વી. જે. રાઠોડ ગાંધીનગર આઈ.બી. એ.સી.પી. તરીકે ફરજ બજાવતા હતા જેમને પંચમહાલના વિભાગીય પોલીસ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ સેન્ટ્ર જેલ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈની બદલી કરી ગાંધીનગર આઈ.બી.ના એસીપી તરીકે નિયક્ત કરવામાં આવ્યા છે.

જ્યારે વીઆઈપી સિક્યોરીટીના ગાંધીનગર નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. સોઢાને ગાંધીનગર રીજીયન આઈબીના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સાથે જ પીઆઈ પદેથી બઢતી પામી બી.એસ. રબારીને મદદનીશ પોલીસ કમિશનર (વિશેષ શાખા) વડોદરા શહેર તરીકે તેમજ વી.બી. જાડેજાને બઢતી બાદ નિમણૂક માટે પ્રતિક્ષામાં હોય હાલ કોઈ સ્થળ પર નિમણૂક મળી નથી.

વધુ વાંચો- માત્ર 25 રૂપિયામાં ભક્તો કરી શકશે સોમનાથમાં મહામૃત્યુંજય યજ્ઞ

Must Read