Homeગુજરાતમરીન પોલીસ ચોકી પાછળ જ છુપાવ્યો હતો કરોડોનો ડ્રગ્સ : મોરબી ડ્રગ...

મરીન પોલીસ ચોકી પાછળ જ છુપાવ્યો હતો કરોડોનો ડ્રગ્સ : મોરબી ડ્રગ કાંડ બાદ નવો ખુલાસો

-

જામનગર મરીન પોલીસ ચોકી પાછળથી જ ડ્રગ્સનો મોટો જ્થ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. -gujarat drug case jamnagar

ATS અને ગુજરાત પોલીસના સંયુક્ત ઑપરેશનમાં વધું એક વખત મોટી સફળતા મળી છે. જેમાં વધારે એક વખત કરોડોના ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે અને જથ્થો ઝડપાયો છે. પરંતુ આ ડ્રગ્સનો જથ્થો પોલીસના નાક નીચે છુપાવ્યો હોય તેમ મરીન પોલીસ ચોકી પાછળથી ડ્રગ્સ ઝડપાયુ હોવાના અહેવાલ છે.

ગુજરાત દેશમાં પોતાના સમુદ્ર કિનારાને લઈ વિખ્યાત છે. પણ આ રમણિય સમુદ્ર કિનારો હવે ડ્રગ્સ માફિયા માટે સ્વર્ગ બની ગયો છે. ATS અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ટૂંકા સમયમાં જ કરોડોના ડ્રગ્સ ઝડપાયા છે. પણ દરેક કનેકશન ગુજરાતની દરિયાઈ પટ્ટી આસપાસ ખુલે છે, અથવા પટ્ટી પાસેથી જ ડ્રગ્સ ઝડપાય છે. ગત સપ્તાહની જ વાત કરીએ તો દ્વારકાના નવાદ્રા ખાતેથી 24 કિલો હેરોઈન ઝડપવામાં પોલીસને સફળતા મળી હતી.

Drugs seized from behind jamnagar marine police outpost janva jevu
gujarat drug case jamnagar | image credit : vtvgujarati.com

મોરબી ડ્રગ કાંડના આરોપીએ આપી માહિતી

મોરબી ડ્રગ્સ કાંડના આરોપીઓ પાસેથી પોલીસ વિગતો મેળવવામાં સફળ રહેતી હોય તેમ તેમના ખુલાસાએ નવો જથ્થો ઝડપાવ્યો છે. જામનગરની દરિયાઈ પટ્ટીમાં છુપાયેલા ડ્રગ્સનો જથ્થો મરીન પોલીસે જપ્ત કર્યો છે. મરીન પોલીસ ચોકીની પાછળથી જ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો કે સલાયામાંથી ઝડપાયેલા ડ્રગ્સનો બીજો જથ્થો છૂપાવ્યો હતો. જેને લઇ તપાસ કરતા કરોડોની કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી કે, સમસુદ્દીન સૈયદના ઘરે રેડ કરી તે દરમિયાન 120 કિલો હેરોઈન  ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન પણ સામે આવ્યું છે હાલ 3 આરોપીઓની ATSએ ધરપકડ કરી છે.

વધુ વાંચો – આ 4 મહિલા પોલીસકર્મીઓને જોતા જ થર થર કાંપવા લાગે છે ગુનેગારો – જાણો

Must Read