37 C
Ahmedabad

અમદાવાદથી USA આ રીતે મોકલવાનું હતું ડ્રગ, ક્રાઈમ બ્રાન્ચે ભાંડો ફોડી કર્યો કારસ્તાનનો પર્દાફાશ

Published:

Gujarat Crime News અમદાવાદ : રાજ્યમાં ડ્રગ નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે રાજ્યની પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં જ કરોડોના ડ્રગના જથ્થા અને ડ્રગ પેડલર્સને પકડી પોલીસે જેલ ભેગા કર્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 2.95 કરોડનું ડ્રગ ઝડપી પાડ્યું છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહિબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા 2.95 કરોડના ડ્રગનું પાર્સલ ઝડપી પાડ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ ડ્રગના પાર્સલને અમેરિકા મોકલવામાં આવે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ રાજસ્થાનના પુષ્કરના પુષ્કર સોનુ ગોયલ નામના શખ્સે નવસારીના મિત્ર સુરેશ યાદવને તારીખ 4 મે રોજ આ પાર્સલ મોકલ્યું હતું. રાજસ્થાનના સોનુ નામના શખ્સે આ પાર્સલ અમેરિકા મોકલવા માટે જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચે આ પાર્સલની તપાસ કરતા 590 ગ્રામ કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડનો જથ્યો મળ્યો હતો. જેની બદાર કિંમત રૂપિયા 2.95 કરોડ આંકવામાં આવી છે.

Gujarat Crime News: અમદાવાદથી USA આ રીતે મોકલવાનું હતું ડ્રગ ક્રાઈમ બ્રાન્ચે ભાંડો ફોડ્યો

નવસારીના યુવકને આ પાર્સલ વાયા મહારાષ્ટ્રથી અમેરિકા મોકલવાનું હતું. પરતું યુવકે પોસ્ટ કર્યા બાદ શંકા જતા તેને ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી હતી. યુવકે પોલીસને ગત તારીખ 7મી મેના રોજ જાણ કરી આ બાબત જણાવી હતી. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે આ મામલે ગત તા.7મી મેના રોજ ડેપ્યુટી કમિશનર ઑફ ફોરેન કસ્ટમને તપાસ માટે જાણ કરી હતી.

પોલીસે આપેલી માહિતીના પગલે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં તારીખ 10 ના રોજ તપાસ હાથ ધરી હતી. જેમાં કસ્ટમે સોનુ ગોયલ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલને ચેક કરતા કારસ્તાન ખુલી ગયું હતું. તપાસ દરમિયાન આ પાર્સલમાંથી 590 ગ્રામ કેટામાઇન હાઇડ્રોક્લોરાઈડ હોવાનું ખુલ્યું હતું.

આરોપી સોનુના કહેવા મુજબ નવસારીના સુરેશ યાદવે આ પાર્સલ નવસારી પોસ્ટ ઓફિસ ખાતેથી મેડરલેન્ડ, કોલોરાડો, USA એ ખાતે મોકલવા પોસ્ટ કર્યું હતું. પરંતુ સોનુ એ પોલીસને જાણ કરી શંકાસ્પદ પાર્સલ અંગે જણાવતા ડ્રગનો જથ્થો ઝડપાઈ ગયો હતો.

Related articles

Recent articles