Homeગુજરાતતહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી વધતી ચિંતા...

તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી વધતી ચિંતા…

-

Gujarat Corona News – ગુજરાતમાં(Gujarat) તહેવારો(festivals) બાદ કોરોના કેસ ફરી એકવાર માથું ઉચકી રહ્યાં છે.

અહેવાલ, ફૈઝલ અમદાવાદ – હવે રસીકરણનું અભિયાન તેજ કરાઇ રહ્યું છે અને કોરોનાનું(Corona) શમી ગયેલું એક તોફાન ફરી માથું ઉચકી રહ્યું છે .નિયંત્રણમાં આવી ગયેલો કોરોના હવે ફરી લોકોને ડરાવી રહ્યો છે. અને તેનું કારણ છે તહેવારોમાં(festivals) નિયમો નેવે મૂકીને ભીડ ભેગી કરાઇ. 4 મહિના બાદ કોરોનાનાં કેસ પહેલીવાર 40ને પાર પહોંચ્યા છે.

ગુજરાતમાં 4 મહિના બાદ કોરોનાનાં કેસ 42 પર આવ્યા.એટલું જ નહીં અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાનાં કેસ 4 ગણા વધી ગયા, તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે.

કોરોનાના ફેમિલી બન્ચિંગની પેટર્નથી કેસમાં ઉછાળો આવ્યો હોવાનું મનાઇ રહ્યું છે. અમદાવાદમાં આવેલા મોટાભાગનાં કેસ પશ્ચિમ વિસ્તારનાં છે. વડોદરા, સૌરાષ્ટ્ર અને હવે અમદાવાદમાં પણ વધતા કેસને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દોડતું થયું છે તો ડોક્ટર્સ કહે છે કે 15 દિવસમાં હજુ કેસ વધશે તો ત્રીજી લહેર આવી શકે છે.

વધતા કેસોને જોતા અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં કોવિડ વોર્ડ ફરી શરૂ કરાયો છે. માત્ર શહેરો જ નહીં નગરોમાં પણ કોરોનાનો ખતરો તોડાઈ રહ્યો છે. તહેવારો બાદ તબીબોએ ચેતવ્યા હતા પણ તેમની વાત ઉપર કોઈએ ધ્યાન ન આપ્યુ. અને હવે કેસ વધતા પ્રશાસન દોડતું થયું છે.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....