Homeગુજરાતગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આજે બંધનું એલાન, પોલીસ અને નેતાઓ વચ્ચે...

ગુજરાત કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે આજે બંધનું એલાન, પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ

-

Ahmedabad News : ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષોમાં આગીમી ચૂંટણીમાં જીત મેળવવા રીતસરની હોડ જામી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી તેમજ બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના અધ્યક્ષ જગદીશ ઠાકોર (Jagdish Thakor) તેમજ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી (MLA Jignesh Mevani)ની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રસ એક તરફ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડ યાત્રા કરી રહી છે, ત્યારે બીજી તરફ ગુજરાતમાં પણ મોંઘવારી અને ડ્રગ મામલે આકરું વલણ દાખવી રહી છે. ત્યારે કોંગ્રેસ જમીન પર નથી ઉતરી અને લોકો સુધી પહોંચવા પ્રયાસ નથી કરતી તે વાતનો છેદ ઉડતો જોવા મળ્યો છે.

નેતાઓને ટીંગાટોળી કરી ઉઠાવ્યા

આજરોજ ગુજરાત કોંગ્રેસ સહિત તેની મોટા ભાગની પેટા પાંખો પણ બંધના એલાનમાં જોડાય હતી. જેમ જેમાં ગુજરાતના ઘણા શહેરોમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે કોલેજ બંધ કરાવવાની શરૂઆત કરતા પોલીસ અને કોંગ્રેસી નેતાઓની વચ્ચે ચકમક થઇ હતી. મામલો એટલો ગરમાયો હતો કે પોલીસે તેમને ટીંગાટોળી કરીને ડબ્બામાં ભર્યા હતા.

વધુ વાંચો- ફટ છે સરકાર ! શહીદનું “શોર્યચક્ર” સન્માન કુરિયરથી કર્યાનો આઘાતજનક કિસ્સો: અમદાવાદ

કોંગ્રેસે ગુજરાતના લગભગ દરેક શહેર અને જિલ્લા, તાલુકા કક્ષાએ બંધના એલાનને સફળ બનાવવા આક્રમક વલણ દાખવ્યું હતું. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. રાજકીય પક્ષોમાં આગીમી ચૂંટણીમાં જીત મેળવવા રીતસરની હોડ જામી છે.

બેરોજગારી, મોંઘવારી અને ડ્રગને લઈ બંધનું એલાન

ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી તેમજ બેરોજગારી સહિતના મુદ્દાઓને લઇ ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઘણા શહેરોમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખે કોલેજ બંધ કરાવવાની શરૂઆત કરતા પોલીસ અને કોંગ્રેસી નેતાઓની વચ્ચે ચકમક થઇ હતી. મામલો એટલો ગરમાયો હતો કે પોલીસે તેમને ટીંગાટોળી કરીને ડબ્બામાં ભર્યા હતા.

રાજકોટમાં પોલીસ સાથે ઘર્ષણ

રાજકોટમાં શૈક્ષણિક કાર્યો બંધ કરાવવા જતા NSUI ના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેમજ ક્રાઇમબ્રાન્ચ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી. પાટણમાં કોંગ્રેસના નેતાઓ અને વેપારીઓ વચ્ચે ચકમક થઇ હતી.

અમદાવાદમાં કોંગ્રેસના બંધના એલાન પહેલા પોલીસનો બંદોબસ્ત

અમદાવાદના વેજલપુર, ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસના નેતાઓએ કામગીરી બંધ કરાવી હતી. આ અંગેની જાણકારી મળતા પોલીસે નવરંગપુરા. સીજીરોડ, હાટકેશ્વર વગેરે સ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, દુકાનો વગેરેની કામગીરી અટકાવવામાં સફળ બની હતી.

જગદીશ ઠાકરોની અટકાયત

કોંગ્રેસે બંધ પાળવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. પોલીસે બંધના એલાનને લઇને હલ્લાબોલ કરનારા કાર્યકરોની અટકાયત કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ બંધ કરાવવા પોતાના કાર્યકર્તાઓની સાથે નીકળ્યા હતા. તેમણે કહયું હતું કે, આ બંધ વખતે ઠેર ઠેર અમારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અમે મોંઘવારી અને રોજગારી જેવા મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ..

NSUI પ્રમુખની અટકાયત

રાજકોટમાં શૈક્ષણિક કાર્યો બંધ કરાવવા જતા NSUI ના ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. તેમજ ક્રાઇમબ્રાન્ચ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઇ હતી.

પાટણમાં કોંગ્રેસના નેતાઓ અને વેપારીઓ વચ્ચે ચકમક થઇ હતી. અમદાવાદના વેજલપુર, ગુજરાત યુનિવર્સિટીમાં કોંગ્રેસના નેતાઓએ કામગીરી બંધ કરાવી હતી.

આ અંગેની જાણકારી મળતા પોલીસે નવરંગપુરા. સીજીરોડ, હાટકેશ્વર વગેરે સ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ, હોટલો, દુકાનો વગેરેની કામગીરી અટકાવવામાં સફળ બની હતી.

ગુજરાતમાં હલ્લાબોલ

કોંગ્રેસે બંધ પાળવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. પોલીસે બંધના એલાનને લઇને હલ્લાબોલ કરનારા કાર્યકરોની અટકાયત કરી દીધી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ બંધ કરાવવા પોતાના કાર્યકર્તાઓની સાથે નીકળ્યા હતા. તેમણે કહયું હતું કે, આ બંધ વખતે ઠેર ઠેર અમારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અમે મોંઘવારી અને રોજગારી જેવા મુદ્દાઓ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...